________________
૨. ના. મહેતા
શકાય કે સાબરમતી નદીના સાદરા, ઇન્દ્રોડા, વાડજ તરફન વિસ્તારો માં દેખાતી ભૂપૃષ્ઠની રચના જેવી પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં હોવી જોઈએ. સાદરા, ઈન્દ્રોડા, તેમ જ સાબરમતી નદીના પ્રવાહની બંને બાજુ જોતાં આ નદીનાં કેતરો રૂટ દેખાય છે. આ પ્રક્રિયા મહી, નર્મદા, તાપી તેમ જ નાના પ્રમાણમાં ખારી, વાત્રક, મહોર, વરસી વગેરે આપણી નદીઓ, તેમ જ વિશ્વની કોઈપણ નદીના ધોવાણ વિભાગમાં દેખાય છે.
આ કતરન અધ્યયન કરતાં દેખાય છે કે તે જમીન તરફ નાના મોટા અંતર સુધી આર અવળાં અંદર જતાં હોય છે. જમીનના પિચા ભાગે વહેતાં પાણીથી ધોવાઈને કેતર બનતાં જાય છે. આ કેતરોની આજુબાજુ નાના મોટા ટેકરા દેખાય છે. આવાં કેતોનાં નામ પાડવાની પ્રક્રિયા જાણીતી છે, તેમ જ માસામાં વહેતાં પાણીના પ્રવાહનાં નામો આપવાની પ્રક્રિયા પણ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. અમદાવાદનું ભૂપૃષ્ઠ પણ આ પ્રક્રિયાથી અલિપ્ત હોય નહી. તેથી અહીં એક વિવાદ સર્જાવે છે તેની ચર્ચા કરતાં પહેલાં અમદાવાદનાં ભૂપૃષ્ઠનાં બીજા લક્ષણની વિગતે જોઇએ
અમદાવાદમાં દાણ લીમડા પાસે, કાંકરિયા તળાવ પાસે જમીનની સપાટી કરતાં ઊંચા ટેકરા દેખાય છે. તેવા ટેકરા શ્રેયસ હાઈસ્કૂલ પાસે, જોધપુર, થલતેજ પાસે તથા પ્રમાણમાં નાના ટેકરા ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં દેખાય છે. આ ઉપરાંત વટવા પાસે પણ આવા ટેકરા જોવામાં આવે છે.
આ ટેકરાઓ તપાસતાં તેને પ્રમાણમાં ઊભે ઢાળ અગ્નિખૂણા તરફ અને ધીમે ઢાળ નૈઋત્ય તરફ દેખાય છે. તેની ટોચ અણીઆળી નથી પરંતુ સપાટ છે અને રાપર માણસે એ ઝાઝું ખોદકામ કે ફેરફાર ન કર્યો હોય તે તે કંઈક અધચંદ્રાકાર દેખાય છે.
આ ટેકરાઓનાં લક્ષણે તે ધોવાણથી થયેલા હેય એમ દર્શાવતાં નથી પરંતુ તેની વિશિષ્ટ રચનાથી તે બરખાન જેવા અથવા રણની અંદર તૈયાર થતા રબા જેવા દેખાય છે. આ ભૂસ્વર૫ થી સમજાય છે કે આ ટેકરાઓ ઊડતી રેત રોકાઈને તેનાથી તૈયાર થયા છે.
આવા ટેકરાઓની તપાસ કરતાં સમજાય છે કે ખંભાતના અખાત પાસેના મીતલી કનેવાલના વિસ્ત રોથી શરૂ કરીને ધીમે ધીમે ઉત્તર તરફ તેનું વધતું પ્રમાણ દેખાય છે. આપણા પ્રદેશમાં આવા રેતના ટીંબાએ ઉત્તર ગુજરાતમાં કડી પાસે, તેમ જ ડાંગરવા, લાંધણજ, વાત્રક ઇત્યાદિ ઘણુ સ્થળે એ દેખાય છે અને તારંગા જેવાં સ્થળાએ ઊડેલી રત ધાર' બનાવે છે. મારવાડમાં જાલેર, સર વિભાગમાં, આ ' ણે ત્યાં ડીસા તરફ અદ્યાપિ ઘણી ધૂળ ઊડીને ટેકરા તૈયાર થતા દેખાય છે.
ખા ટેકરાઓ પૈકી વટવા પાસેના ટેકરા પરની રેતમાં જૂના પ્રાણીઓના અવશેષ હેય તે તેની તપાસ કરવાનું કાર્ય મારા મિત્ર છે. સુકુમાર મેઢે કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org