________________
૭૬
મધુસૂદન ઢાંકી છે તેમ) અતિ દીર્ધાયુષી માનીએ તે પણ આપત્તિ તો એ છે કે માણિકચન્દ્રથી ચેથી પેઢીએ થયેલા વિદ્યાપૂર્વજ ભરતેશ્વર સૂરિના સાધમ વાદીન્દ્ર ધર્મસૂરિ ચાહમાનરાજ અર્ણોરાજવિગ્રહરાજના સમકાલીન છે અને એ કારણસર તેઓ સિદ્ધરા જ-કુમાર પાળના પણું સમકાલીન છે ! આથી ર્ડ પરીખની વાત માનીએ તે માણિજ્યચન્દ્રના ગુરુ સાગરચન્દ્ર અને એમની ચોથી પેઢીએ થયેલા પૂર્વ જ ભરતેશ્વર સૂરિ એમ બનેને મુનિવરે સિદ્ધરાજને સમકાલિક થાય ! (જઓ અહીં રાજગછનું વંશવૃક્ષ). આ વાત સંભવિત નથી, અને ર્ડો. સાંડેસરાએ જે વર્ષો સૂચવ્યું છે તે જ યથાર્થતાની સમીપ જણાય છે. “વકત્ર' સૂચિત અંકમિતિને યથાર્થ રીતે ઘટાવતાં વહેલામાં વહેલી સં. ૧૨૪૬ ઈ.સ. ૧૧૯૦, અને મોડામાં મેડી સં. ૧૨૬૬ / ઈસ. ૧૨૧૦ હોય તેમ જણાય છે. માણિજ્યચન્દ્રનું વસ્તુપાલ મન્ત્રી સાથેનું સમકાલિક જતાં કાવ્યશિક્ષાને સં. ૧૨૬ / ઇ. સ. ૧૨૧૦ માં મૂકવી વધારે ઠીક લાગે છે.
આ કારણસર માણિકષચન્દ્રના ગુરુ સાગરયન્દ્ર તે ગણરત્નમહેદધિ (ઈ. સ. ૧૧૪). કથિત સાગયેન્દ્ર ન હોઈ શકે. તે પછી આ પહેલા, સિદ્ધરાજ કાલીન, સાગરચન્દ્ર કેશુ?
એને ઉત્તર ઈસ્વીસનના ૧૪મા શતકમાં લખાયેલ ચતુરશીતિપ્રબન્ધ અન્તર્ગત “કમારપાલદેવ-પ્રબન્ધ” (પ્રતિલિપિ ઈસ્વીસન ૧૫મા શતકને પૂર્વાર્ધ) માંથી મળે છે. ૩૫ તેમાં કહ્યું છે કે પૂર્ણતલગ છીય કલિકાલ સર્વોત્ત) હેમચન્દ્રાચાર્યને એક સાગરચન્દ્ર નામક રૂપવાન વિદ્યાવાન શિષ્ય હતા. રાજાએ (કુમારપાળે, વારસહીન થયા હોવાથી) આચાર્ય પાસે રાજાથે એમને સોંપી દેવાની માગણી કરી. આચાર્યો આ માગણીને સર્વથા અનુચિત કહી તેનો અસ્વીકાર કર્યો. સાગરચન્દ્ર ક્રિયામુતક ચતુવિકૃત-નમસ્કાર (સ્તવન)ની રચના રેલી જેને સધ્યા–પ્રતિક્રમણ સમયે પાઠ કર્યો; જે સાંભળી રાજાએ (કુમારપાળે) ઉદ્દગાર કાઢયા “અહે કવિતા ! અહો રૂપ !”૩૭
આ પ્રસંગ અલબત્ત કલ્પિત હોઈ શકે છે; પણ એથી એટલું તે સ્પષ્ટ થાય છે કે હેમચન્દ્રાચાર્યને સાગરચન્દ્ર નામક કવિ-શિષ્ય હતા. પૂર્ણતલની પરિપાટીમાં અગિયારમાં જાતકના ઉત્તરાર્ધથી તે ચન્દ્રાન્ત નામે ખાસ કરીને રખાતા. જેમકે હેમચન્દ્રાચાર્યના ગુનું નામ દેવચન્દ્ર, અને જ્યેષ્ઠ ગુરુબધુનું નામ અશોકચન્દ્ર હતું. હેમચન્દ્રાચાયનાં પિતાના શિખ્યામાં રામચન્દ્ર, બાલચન્દ્ર, યશશ્ચન્દ્ર અને ઉદયરાન્દ્ર નામે જાણીતાં છે.૩૮ આ સિલસિલામાં તેમના એકાદ અન્ય યેષ્ઠ શિષ્યનું નામ સાગરચંદ્ર હોય તે તેમાં આશ્ચર્ય કે સંદેહને અવકાશ નથી. આ વજનદાર સંભવિતતા લક્ષમાં રાખતાં, અને સમયફલક તરફ નજર કરતાં, હેમચંદ્ર-શિષ્ય સાગરચંદ્રની ઉક્તિઓ ગુણરત્નમહોદધિ (ઈ. સ. ૧૧૪૧)માં નોંધાઈ શકે; પણ રાજગછીય માણિકષચંદ્રતા ગુરુ સાગરચંદ્ર તે એમના સમયઃ ૪૦-૫૦ વર્ષ બાદ થયા જણાય છે,૩૯ અને એથી તેઓ નામેરી, પણ જુદા જ ગ૭ના, અલગ જ મનિ છે. આ બંને એક નામધારી પણ લગભગ અડધી સદીના અંતરે થયેલા સાગરચંદ્રો વચ્ચે સાંપ્રત વિદ્વજનેના લેખનેથી ઉપસ્થિત થયેલ બ્રાન્તિ આથી દૂર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org