________________
૨૭૨
અવલોકન
સંસ્કૃત સાહિત્યમાં પણ કરણનું પ્રવર્તન ઓછું નથી. પછી ભલે “આ વાઘને કરુણ ગાન વિશેષ ભાવે” એવી સ્વભાવગત અનુભૂતિ ધરાવનારા કવિઓ સંસ્કૃતમાં ઓછા હોય. ભવભૂતિને કરુણના કવિ તરીકે બિરદાવવામાં આવ્યું છે અને તે “એક રસ: કરુણ એવ..” એવું વિધાન કરે છે ત્યારે તેનું આ વિધાન સંદર્ભ વિશે પૂરતું જ સાચું છે કે તે કાવ્યમીમાંસાને એક મૂલ્યવાન સિદ્ધાન્ત રજૂ કરે છે, એ પ્રશ્ન પણ આધુનિક વિદ્વાનોએ સારી પેઠે ચ છે. આ બધું જોતાં કરુણરસ સંસ્કૃત સાહિત્યમાં કેટલા ખેડા છે, તેને વિષે ભારતીય આચર્યોના ખ્યાલ શા છે, તેને વ્યવસ્થિત સંકલન કરી તેની છણાવટ ગુજરાતીમાં થાય તો તેનાથી ગુર્જર જ્ઞાનગિરા સમૃદ્ધ બનવાને પૂરો અવકાશ હતે. પ્રસ્તુત ગ્રંથના લેખકે આ દિશાનો પ્રયાસ કર્યો છે, જે આવકારદાયક છે. સંસ્કૃત સાહિત્યમાં કરુણ કયાં કયાં અને કેવા સ્વરુપે ખીલ્યો છે, અને કરુણ રસના સ્વરુપ વિષે સંસ્કૃત આચાર્યોનું ચિંતન શું છે તે અહીં લેખક તારવી આપે છે. સંસ્કૃત સાહિત્યમાં કરુણનું , નિરૂપણ જુદાં જુદાં કાવ્યસ્વરૂપોમાં રચાયેલી કૃતિઓની દરિટ રાખીને લેખક ત્રણ પ્રકરણમાં આપે છે. છેલ્લે ઉપસંહારનું પ્રકરણ આપ્યું છે. આમ, અભ્યાસ બાહ્ય કલેવરની દષ્ટિએ જોતાં સારી પેઠે વ્યવસ્થિત છે અને ઊંચી અપેક્ષા ઊભી કરે છે. ઉપરાંત લેખકે જે વિશાળ સંદર્ભગ્રંથસૂચિ આપી છે અને એ ગ્રંથને જે બહોળો ઉપયોગ કર્યો છે. તેના પરથી પણ લેખકે આ કૃતિ પાછળ સારે એવો શ્રમ લીધો છે તે દેખાય છે.
પરંતુ કોઈ ચકકસ પૂર્વ કપન કે કરુણરસ વિષેને સૂક્ષ્મ, સુવ્યવસ્થિત અભિગમ કે ખ્યાલ લઈને લેખક ચાલ્યા નથી. લેખક પાસે કરુણરસ અને તેના કાવ્યગત સ્થાન તથા તેની સૂક્ષ્મ, તાત્વિક, મને વૈજ્ઞાનિક, ભાવાત્મક અસરો વિષે કઈ સ્પષ્ટ ચિંતન હેય એવું દેખાતું નથી, તે કહે છે. આ સ્થિતિની પ્રતીતિ પ્રત્યેક કાવ્યસ્વરૂપની કૃતિઓના કરુણ રસના નિરૂપણ પાછળ આવતી અતિટૂંકી, ઉપરછલી અને સ્પષ્ટ વિચારણા–અલેચના વિનાના ઉપસંહારેની ચર્ચા પરથી થશે (પાનાં ૨૭, ૪૩, ૨, ૧૧૧, ૧૪૩ વગેરે). આથી જ પાન ૨૭ પર લેખક કરુણરસની સંસ્કૃતમાં થયેલી ચર્ચાને એકઠી કરી દઈને તેના વિષેને સંસ્કૃત મીમાંસાને પણ સ્પષ્ટ ખ્યાલ ઉપસાવી શક્યા નથી. પાન ૪૩ પરની કરુણ રસના કાવ્યગત સ્થાન વિષેની આલેચના પણ નબળી અને છેલ્લે ચક્કસ આકાર ધારણ ન કરનારી બની છે. આવું જ ખરેખર તે એકદમ અગત્યનું ગણાય એવા “ઉપસંહારના ટૂંકા, અતિ ટૂંકા પ્રકરણમાં પણ બન્યું છે. તેમાં પણ આ ખા ગ્રંથના નિર્બળ સાર જેવું, અતિ ઝડપી, કાચું, ઉપરછલું નિરૂપણ માત્ર મળે છે. આમ થયું છે ત્યારે એક પ્રશ્ન થાય કે આમાં લેખકનું પિતાનું પ્રદાન શું ? સંભવતઃ કંઈ જ નહીં.
વળી કરુણ, કરુણરસ અને કરુણાન્તિકા વચ્ચેની ભેદરેખા વિષે પણ લેખકના પિતાના ખ્યાલે સ્પષ્ટ નથી એવું ખાસ છે ત્યારે લાગે છે જ્યારે, દા. ત., નીતિ અને વૈરાગ્યશતક વગેરેનાં કેટલાંક પદ્યો લેખકને કરુણ રસના સ્પર્શવાળાં લાગે છે (પા. ૧૩૬થી ૧૩૮, ૧૪૫). ખાસ કરીને ગદ્યકાવ્યના લેખકે પસંદ કરેલા ઘણાબધા ફકરામાં કરણનું સ્થળ, વાગ્યભૂમિ પરનું વર્ણન છે, જે ઘણી વખત વનિના અભાવે રસમાં પરિણમતું નથી, આ બાબત પણ લેખક પાસે સ્પષ્ટ ખ્યાલે દેખાતા નથી. ઋતુસંહારના ત્રણ લેકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org