SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અવલોકન ૨૭૧ પ્રથમ અને દ્વિતીય ઉરલાસમાં વિશેષ અને પછી પણ ફરી ફરી આવતી નં “આગળ જોઈ શું કે...” “આગળ નેપ્યું...” તે બને તેટલી ઓછી હોવી જરૂરી હતી; અહીં તેનું પુનરાવર્તન ટળીશું', વગેરે પણ. આ પ્રકારનો એક જ શબ્દ એક જ વાક્યમાં પુનરુકત થતું હોય તેવા પ્રયોગ નિવારવા “લંજના સ્વીકારની પરિસ્થિતિ સ્વીકારીએ” “આમ હવે આપણે હવે પછીના .."(પા. ૧૨૦), નિવિચાર વિચારશું.” (પા.૨૮૩); “ફકત સહૃદયને માટે હદયસંવેદ્ય માને છે” (પા.૨૮૯), વગેરે. વળી ગુજરાતી ભાષામાં આ પ્રકારના પ્રયોગને સ્થાને સહેજ સરળ અને વધુ સ્વાભાવિક પ્રયોગ થાય એ ઈચ્છવા જેવું છે “આકારિત થતી જાય છે” (પા ૧૬), “ઉચ્ચારિત થાય છે' (૧૨૮), વગેરે. છાપભૂલ થવાને લીધે અને અન્ય કારણોસર થયેલા આ પ્રયોગ કષ્ટ નથી ક્તિ–વિવેકકાર (પા. ૩૭), “વૃદ્ધા વ્યવહાર' (૧૩૧-૧૩૨), “પ્રસ્તુત ઉન્મેષમાંપછીના પ્રકરણમાં', (ઉલ્લાસ જોઈએ) (૧૨૪), લાક્ષણિક અર્થ અને લાક્ષણિકર્થ' (એક જ પ્રયોગ ઈષ્ટ) (૧૩૧), “દીક્ષિત' (૧૪૭ અને આગળ) (દીક્ષિત પૂરતું છે), શબ્દબ્રહ્મનાવિ પરિણામરૂપ છે (૩૦૬) વગેરે. વળી આટલા વિશાળ અને શાસ્ત્રીય ગ્રંથમાં સંકેતાક્ષસૂચિ, સંદર્ભગ્રંથસૂચિ અને શુદ્ધિપત્રક હેવાં જરૂરી હતાં - આ પુસ્તક એટલું વિતવાન અને સર્વગ્રાહી વિશ્લેષણ કરનારું છે કે ભારતીય સાહિત્યશાસ્ત્રની વ્યાપક મીમાંસા કરતાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં રચાયેલાં થોડાં મૂલ્યવાન પુસ્તકે પૈકીનું એક બનવાની તેમાં ક્ષમતા છે. આથી આ કૃતિને અધિકૃત અનુવાદ નિદાન હિન્દી અને અંગ્રેજી ભાષામાં થાય તે તેને સારો એવો લાભ સમગ્ર ભારતના અને જગતના ભારતીય કાવ્યમીમાંસાના અભ્યાસીઓને મળી શકે અને લેખકને પરિશ્રમ વિશેષ સાર્થક થાય, ઊગી નીકળે. -રમેશ બેટાઈ સંસ્કૃત સાહિત્યમાં કરુણરસ-લેખક અને પ્રકાશક–પ્રા. રશ્મિકાન્ત ૫. મહેતા. પાનાં ૬૧૧૫૬. કિંમત-૩. ૨૦-૦૦ “દુઃખપ્રધાન સુખ અ૯૫ થકી ભરેલી” એવી જીવનની ઘટમાળમાં શૃંગાર જેટલું જ લગભગ કરુણનું પ્રવર્તન હોય છે. આથી સ્વાભાવિક રીતે જ કરુણનું સાહિત્યમાં પ્રવર્તન ખૂબ ખૂબ જોવા મળે છે અને વિવેચકો અનેક રીતે તેની મીમાંસા કરતા જ રહે છે. સંસ્કૃત કાવ્યમીમાંસાના આચાર્યોએ પણ કરુણની સમસ્યા ખૂબ ચર્ચા છે, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy