________________
રાલા
૨૮૫ ૨૯૫, ૩૩૦, ૩૩૪, ૩૩૭, ૩૬૧, ૩૭૩, ૩૭૫, ૩૮૦, ૩૮૧, ૩૮૭, ૩૯૩, ૪૪, ૪૪૯, ૫૧, ૪૫૫, ૪૫૯, ૪૬૭, ૪૮૧, ૪૮૭, ૫૦૨, ૫૪૧, ૫૪૨. ૫૪૬, ૧૪૭, ૧૪૮, ૫૭૦,
જ, ૫૭૬, ૫૮૬, ૬૨૨, ૬૩૩, ૬૯૫ અને ૬૯૬ એમ ૬૮ જેટલી ગાથાઓમાં યમક કે અનુપ્રાસ અલંકાર છે. તે ઉપરથી “ તરંગવતી’ની શૈલીનું અનુમાન થઈ શકશે. અને આમ છતાં, કતિમાં અલંકારપ્રચુરતા, સમાસપ્રચુરતા કે પાંડિત્યને જે કશે વરતાતો નથી એ હકીકત પાદલિપ્તની ઔચિત્યદષ્ટિ પ્રગટ કરે છે.
તાવતીના સંક્ષેપ તરંગવતી’ના બે સંક્ષેપમાંથી અહી મુખ્ય કતિ તરીકે આપેલા મોટા સંક્ષેપ (“સંપિત્ત તરંગવઈ-કહા')નો કર્તા કોણ છે તે બાબત અસ્પષ્ટ અને સંદિગ્ધ છે. તેની અંતિમ ગાયા, જેમાં કેટલાંક નામોનો ઉલ્લેખ છે, તેને છંદ ભ્રષ્ટ છે, અને તેથી તેને મૂળ પાઠ અંગે શંકા રહે છે. તેમાં હાઈયપુરીય ગ૭ના વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્રગણીને અને કોઈક “જસનો નિર્દેશ છે. “જેન ગ્રંથાવલી' અનુસાર કર્તા તરીકે નેમિચંદ્રના શિષ્ય યશસેન છે, પરંતુ ગાથાના શબ્દોમાંથી આ અર્થઘટન સમર્થિત કરવા આડે ઘણું મુશ્કેલી છે. અને ત્રિદિયાને સ્વાભાવિક અર્થ લખેલી હોવાથી જસ એ લહિયાનું નામ હોવાનો વધુ સંભવ છે. જે તત્સ સીસને બદલે સસસ તલ એમ મૂળ પાઠ હોવાનું માનીએ તો છંદની અશુદ્ધિ દૂર થાય છે, અને જે અર્થ એવો ઘટાવીએ કે સંક્ષેપની આ પ્રતિ વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્રગણીને માટે જસ નામના લહિયાએ લખી છે (એટલે કે આ ગાથા પણ લહિયાની રચેલી છે) તે એ અર્થઘટન વ્યાકરણ અને વાક્યરચના સાથે સુસંગત છે. - મા વાત સ્વીકાર્ય લાગે તો “સ.ત.ને કર્તા અજ્ઞાત હોવાનું માનવું પડશે.
“સં.ત.”ના સમય બાબત પણ કશું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. અંતે જેનો નિર્દેશ છે તે નેમિચંદ્ર અને ધનપાલકૃત ‘ઉસભપંચાસિયા પરની અવરિના કર્તા નેમિચંદ્ર એ બંને જો એક જ હોય તો “સં.ત. 'ને દસમી શતાબ્દીના અંત પહેલાં મૂકી શકાય." સંક્ષેપ પ્રાતમાં જ છે તે હકીકત પણ મુકાબલે તેના વહેલા સમયની સમર્થક છે. રૂપવિજયજી જૈન ભંડારની “સંતની હસ્તપ્રતમાં ૯મા પત્રના પહેલા પાને (સંપાદિત પાઠની ૨૩૧મી ગાથાના પાઠમાં) સમવા શબ્દમાં ૬ વર્ણ અગિયારમી–બારમી શતાબ્દીની દેવનાગરીની જેમ ઉપર બે મી ડાં અને નીચે નાની લકીર–એવા રૂપે લખાયેલો છે તે પણ સચવે છે કે એ પ્રતિના આધાર તરીકે બારમી શતાબ્દી લગભગની કોઈ પ્રત હેવી જોઈએ. આપણું એ સદભાગ્ય છે કે આ સંક્ષેપકારે કેવળ કથાતત્ત્વ પૂરતો સંક્ષેપ મર્યાદિત ન રાખતાં મૂળના વર્ણન અને ભાવનિરૂપણવાળા કેટલાક અંશ પણ આપવાનું ઉચિત માન્યું, જેથી કરીને પાદલિપ્તની કલ્પનાશક્તિ અને શબ્દપ્રભુત્વની અમૂલ્ય વાનગી આપણે માટે બચી શકી. પ કરતૂરવિજયગણી (પછીથી વિજયસ્વરસૂરિ) વડે સંપાદિત અને ૧૯૪૪માં નેમિવિજ્ઞાન ગ્રંથમાલાના
નવમા રત્ન તરીકે પ્રકાશિત સંવિ-સંવદા (તરંગોઢા)ની પ્રસ્તાવનામાં પાદલિપ્તસૂરિ વિશે સંક્ષિપ્ત માહિતી આપેલી છે, તiાવતીને લગતા પ્રાચીન ઉલ્લેખ નવ્યા છે, સંવિત્ત તાવના કત્વની ચર્ચા કરી છે, ભદ્રેશ્વરમાં આવતી તરુંવરજાને થોડાક પશ્ચિય આપેલ છે અને તરાવસ્તીને લગતા વર્તમાન સમયમાં થયેલા કાર્યને પણ નિર્દેશ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org