SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ તદગલાલા. પશુબલિ બનવું, અણધાર્યો છુટકા, સ્વજનો સાથે પુનર્મિલન તથા વૈરાગ્ય અને દીક્ષા, ગ્રહણને લાક્ષણિક જન ઉપસંહાર--આ પ્રકારની ઘટના સામગ્રીની ઉત્કટ રસાવહતા સ્વયં પ્રતીત છે. વિવિધ સ્થાને ઘટના પ્રવાહમાં આવતા અણધાર્યો વળાંકે કથાકૌતુકને પિષે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં આ કથામાળખું (કે તેના વિવિધ ધટકા) અનેક કૃતિઓમાં વારંવાર પુનરાવર્તન પામ્યાં છે તેથી પણ ‘તરંગવતી'ના કથાનકની લોકપ્રિયતા પ્રગટ થાય છે. કથા તરંગવતીની આત્મકથા રૂપે પ્રસ્તુત કરીને અને પૂર્વભવના વૃત્તાંતથી ચમત્કારકતા સાધીને પાદલિપ્ત વસ્તુસંવિધાનની સારી કુશળતા દાખવી છે. જો કે પૂર્વજન્મની વાતનું ત્રણચાર વાર થતું પુનરાવર્તન (બંદિનીને કહેતાં, વ્યાધની આત્મકથામાં, ચિત્રવર્ણનમાં વગેરે) સંવિધાનનો કાંઈક અંશે ગંભીર દોષ લેખાય, પણ મૂળ કથામાં તેનું સ્વરૂપ અને પ્રમાણ કેવું હશે તે અંગે આપણે કશું એક્કસ જાણતા નથી.' તરંગવતીનું અત્યંત સંવેદનશીલ, સંસ્કારસમૃદ્ધ અને પ્રગભ વ્યક્તિત્વ સથગ્ર કથાનકમાં તેના પ્રાણ પદ અને ચાલક તત્વ તરીકે વ્યાપી રહ્યું છે. પાદલિપ્તના જેવી પાત્રની સુમ અને પ્રબળ રેખાએ અંકિત કરવાની, કથાવસ્તુ ને ક્ષમતા વાળા અંશાને પારખીને બહલાવવાની અને ભાવવાહી નિરૂ પણ તથા વાસ્તવિક તેમ જ આલંકારિક વર્ણનની શક્તિ એક સાથે પ્રાકૃત કે સંસ્કૃત કથા સાહિત્યમાં ઝાઝી જોવા મળતી નથી. અનેક સ્થળે વાસ્તવિક જીવનના સંસ્પર્શ ‘તરંગવતી'ને જે જીવંતપણું અયું છે તે પણ ઉત્તરકાલીન સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં અત્યંત વિરલ બન્યું છે. ‘તરંગવતીને પાદલિપ્તનું એક અદ્ભુત અને અમર સર્જન કહેવામાં જ તેનું ઉચિત મૂલ્યાંકન રહેલું છે. વસ્તવિધાન, પાત્રચિત્રણ, ભાવનિરૂપ (ચક્રવાકીને વિલાપ. તરંગવતીની વિરહવેદના, નૌકામાં નાઠા પછીના તરંગવતીના મનોભાવ વગેરે) અને પરિસ્થિતિઆલેખનની કુશળતા ઉપરાંત “તરંગવતી'માં પ્રકટ થતી પાદલિપ્તની વર્ણનશક્તિ અને શૈલી સામર્થ્ય પણ તેને એક મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સ્થાપે છે. સારીરૂપે તરંગવતી, તેનું બાલ્ય, શરદઋતુ, ઉદ્યાનયાત્રા (પ્રયાણ, ઉદ્યાન, સપ્તપર્ણ. બ્રમરબાધા, સરોવર, ચક્રવાકો), ગંગા, ચક્રવાકમિથુનનું પ્રણયજીવન, કોમુદી મહોત્સવ, ચિત્રપટ્ટ, ચેરપલી, ગ્રામીણ જીવન, નગરયાત્રા વગેરેના વાસ્તવિક, જીવંત, કલ્પનાપડિત ચિત્ર કથાના ઉપલબ્ધ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ ઘણી હદતા ધરાવે છે, તો મૂળ કથાની વર્ણનસમૃદ્ધિ કેવી હશે તેની તે અટકળ જ કરવાની રહે છે. તરંગવતીના અલંકા આયાસમુક્ત અને મૌલિક કલ્પનાને સ્પર્શવાળા હેઈને અનેક સ્થળે ચારતાના પોષક બને છે. ઉપમા, રૂપક, ઉલ્ટેક્ષા, સ્વભાક્તિ વગેરેનાં સંખ્યાબંધ ઉદાહરણોમાંથી અનેક સ્મૃતિમાં જડાઈ તનય તેવાં હાઈને પાદલિપ્તની સૂક્ષ્મ સોંદર્યદષ્ટિની તથા સાહિત્યિક પરંપરા સાથેના જીવંત અનુસંધાનની દ્યોતક છે. યમક અને અનુપ્રાસના વિષયમાં કવિ સિદ્ધહસ્ત હોવાનુ “સં.તર, ” ઉપરથી પણ સહેજે જોઈ શકાય છે. આરંભની ૭૦૦ ગાથાઓ માંથી ૧૨, ૧૭, ૨૧, ૩૧, ૩૪, ૩૬, ૪૦, ૫૦, ૮૯, ૯૩, ૯૪, ૧૦૧, ૧૦૬, ૧૧૯, ૧૩૬, ૧૩૯, ૧૪૦, ૧૭૩, ૧૮૪, ૧૮૫, ૧૮૯, ૧૯૦, ૧૯૮, ૨૧૧, ૨૨૮, ૨૩૦, ૨૩૨, ૨૩૩, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૨, ૨૫૯, ૨૭૬, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520757
Book TitleSambodhi 1978 Vol 07
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1978
Total Pages358
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy