SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલેલા ૧૮૧ જેમણે નામના મેળવી હતી, બખ્તરિયા ઘોડા પર સવાર થઈને જેઓ ધાડ પાડતા, હમેશાં જેઓ વિજયી બનો તેવા લેકેના વસવાટ વાળી તે પલ્લીમાં હું જઈને રહ્યો. (૧૪૩૬).. એરસેનાપતિ ચેરસમૂહો જેનું સુખે શરણ લેતા, યુદ્ધમાં જે સુય સમે પ્રતાપી હતો, તલવારના પ્રહારોથી થયેલા ત્રણેથી જેનું અંગ ખરબચડું બની ગયું હતું, જે પાપનું ભરપૂર સેવન કરે, જે પારકા ધનનો વિનાશક લતા, સાહસિક હતા, એરોને આશ્રયદાતા હતો અને સુભટ તરીકેની જેની શક્તિની ઘણી ખ્યાતિ હતી તેવો શક્તિપ્રિય નામને વીર ચેર ત્યાં નાયક હતો. (૧૪૩૭–૧૪૩૮). પિતાની ભુજાને પરાક્રમ વડે તેણે સુભટોના ઉત્કર્ષને પ્રગટ કરનારું એવું યશસ્વી સેનાપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. (૧૪૩૯). મેં તેને આશ્રય લીધો. તેણે મારી સાથે વાતચીત કરીને મને આવકાર્યો. બીજા સુભટોએ પણ મારું સંમાન કર્યું, અને હું માનપાન સહિત ત્યાં સુખે રહેવા લાગ્યા. (૧૪૪૦). વ્યાધની ક્રૂરતા ત્યાં રહીને મેં અનેક લડાઈઓમાં કરેલાં પરાક્રમોને પરિણામે દુષ્કાતિ મેળવી અને થોડા સમયમાં જ હું પાપલટ તરીકે જાણીતો થઈ ગયો. (૧૪૪૧). તલવારથી પીઠ પાછળ ઘા કરીને લોકોની હત્યા કરવાની ક્ષુદ્રતાને લીધે હું બધા સુભટોમાં સેનાપતિને સૌથી વધુ પ્રીતિપાત્ર બન્યો. (૧૪૪૨). મારી સાથે લડતો હોય કે ન લડત હોય, સામને કરતે હોય કે નાસી જતા હોય તેવા કેઈને પણ યુદ્ધમાં હું જાતે કરતો ન હોવાથી પહલીના લેકેએ “બળિયો', નિર્દય અને જમદૂત” એવાં મારી દુષ્ટતાનાં સૂચક નામ પાડ્યાં. (૧૪૪૩-૧૪૪૪). જુગારમાં જીતેલા દ્રવ્ય વડે મેં મિત્રોને મારી સમૃદ્ધિથી સત્કાર્યા અને એમ હું સૌને માનનીય બન્યો. (૧૪૪૫). એ રીતે મારા ઘર પ્રત્યે લાગણી રહિત બનીને હું ત્યાં પહલીમાં કાળદંડ અને યમદંડની જેમ વર્તતો સમય વિતાવતો હતો. (૧૪૪૬). રે વડે તરુણ દંપતીનું મંદિગ્રહણ હવે કોઈ એક સમયે બંધ કરવા ગયેલા ચારો કેઈક તરુણ દંપતીને પકડી પલીમાં લઈ આવ્યા. (૧૪૪૭). તેઓએ તે બંનેને દેવીને ધરાવવા સેનાપતિની પાસે લઈ આવ્યા. (૧૪૪૮). તે તરુણ અને તરુણીને સેનાપતિને દેખાડવાં. પોતાના વિશિષ્ટ રૂ૫વડે તે તરુણી ચરોના હૃદયને પણ ચોરી લેતી હતી. (૧૪૪૯). તે અપ્સરા જેવી તરુણીને સેનાપતિએ કાત્યાયની દેવીના ડરથી પોતાની સ્ત્રી તરીકે ન રાખી અને દેવીને બલિના પશુ તરીકે દીધી. (૧૪૫૦).
SR No.520756
Book TitleSambodhi 1977 Vol 06
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1977
Total Pages420
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy