SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા ૯૯ તે પછી તુ અપયશ થાય તેવું કરવાનું માંડી વાળ વડીલને પ્રસન્ન કરીને તું તેને મેળવી શકીશ ? (૭૯૧). પરંતુ સ્ત્રીસહજ અવિચારિતા અને અવિવેકને લીધે તથા કામવેમથી પ્રેરાઈને હું ફરીથી ચેટી પ્રત્યે બેલી (૭૯૨), “જગતમાં જે સાહસિક ઉત્સાહથી ચોક્કસ સંકલ્પ કરીને, નિદાના દોષને અવગણીને નિ શ ક બને છે તે જ અમાપ લક્ષ્મી તકાળ પ્રાપ્ત કરતે હેય છે (૭૯૩) જેની કઠિનતાને કારણે પ્રવૃત્તિ રૂંધાઈ જાય તેવું ભગીરથ કામ પણ શરૂ કરી દઈએ એટલે હળવુ બની જતું હોય છે (૭૯૪). પ્રિયતમના દર્શન માટે આતુર બનેલી મને જો તુ તેની પાસે નહી લઈ જાય, તે કામબાણથી હણાયેલી હું હમણું જ તારી સમક્ષ મૃત્યુ પામીશ. (૭૫) માટે તુ વિલ બ ન કર, મને પ્રિયતમની સમીપ લઈ જા જો તું મને મરેલી જોવા ઇચ્છતી ન હ તે આ ન કરવાનું કામ પણ કર.” (૭૯૬) આ પ્રમાણે મે કહ્યું, એટલે તે ચેટીએ ઘણું આનાકાનીથી, મારા પ્રાણુરક્ષણને ખાતર પ્રિયતમના આવાસે જવાનું સ્વીકાર્યું (૭૯૭). પ્રિયમિલન માટે પ્રયાણ એટલે આન દિત મને એ કામદેવના ધનુષ્ય સમા, આર્કષણના સાધનરૂ૫, સૌ દર્યનાં સાધક શણગાર જલદી જલદી સજ્યા (૭૯૮) મારા નેત્રો કયારનાયે પિતાની શ્રીનું દર્શન કરવાને તલસી રહ્યાં હતાં. પ્રિયતમને જોવા જવાને મારું હૃદય અત્યંત ઉત્સુકતા અનુભવી રહ્યું રતું () (૭૮૯) એટલે હું દૂતીએ વિગતે વર્ણવેલા પ્રિયતમના આવાસે પહેલાં હદયથી તે તે જ ક્ષણે પહેચી ગઈ અને પછી પગથી જવા ઊપડી (૮૦) રત્નમેખલા તથા ધંધા પર નપુર ધારણ કરીને, રૂમઝૂમતા ચરણે , જતાં ગાત્રે, એકબીજાને હાથ પકડીને અમે બને બાજુના દરવાજેથી બહાર નીકળી, અને વાહને અને લોકોની ભીડવાળા રાજમાર્ગ પર ઊતરી. (૮૦૧-૦૨) અનેક બજાશે, પ્રેક્ષાગૃહે ને નાટયશાળાઓથી ભરચક, સ્વર્ગના વૈભવનું અનુકરણ કરતા, કૌશબીના રાજમાર્ગ પર અમે આગળ વધી રહ્યા. (૮૦૩). અનેક ઉત્તમ અને સુંદર વસ્તુઓ દર્શનીય હેવા છતાં હું પ્રિયતમના દર્શન માટે અત્યંત આતુર હોવાથી મારુ ચિત્ત તેમા ચેટવુ નહી. (૮૦૪). આજે દીર્ધ કાળે પ્રિયતમને દર્શન થશે એના ઉમ ગમા હે ગૃહસ્વામિની, ચેટી સાથે જઈ રહેલી મે થાકને ન ગયે (૮૦૫). ઝડપથી દોડાદોડ જતી, ભીડને કારણે વેગ ધીમે કરતી, અમે મહામુશ્કેલીએ, ભરાયેલા શ્વાસે પ્રિયતમના આવાસે પહોચી (૮૦૬)
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy