SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ તાલાલા વડીલને સદેશ ભજનવ્યવસ્થા એટલે આર્યપુત્ર પ્રણામ કરીને તે પત્રો લીધા તે ઉધાડીને તેમાંના સંદેશ અને આદેશ તેણે ધીરે ધીરે, કશાક રહવ્યવચન હેય તે તેમને ગુપ્ત રાખવા, મનમાં વા (૧૧૭૮-૧૧૪૦). તે પછી તેમનું અર્થગ્રહણ કરીને આર્યપુત્રે મને સભળાવવી તે પત્રો મોટેથી વાંચ્યા. (૧૧૪૧, બને પત્રમાં લખે વચન વગરને, પ્રસન્નતા અને વિશ્વાસ સૂચવતે, “પાછી આવી જાઓ' એમ શપથ સાથે કહે સ દેશ મેં સાંભળ્યો. (૧૧૪૨). એ સાંભળીને મારો શક તુરત જ અદશ્ય થયો, અને સ તેથી પ્રગટેલા હાયે મારુ હદય ભરી દીધુ. (૧૧૪૩) તે વેળા, મારા પ્રિયતમના બાહુને તસતસતાં બ ધનેથી અતિશય પીડા પામેલા, ઘણા વિકૃત બની ગયેલા અને સૂજી ગયેલા–એવી દશામાં જઈને તે કુભાવહસ્તી બેલ્યો. (૧૧૪૪), સાચી વાત કહે, ગજવરની સૂઢ સમા અને શત્રુને નાશ કરવાને સમર્થ આ તારા બાહુઓ કેમ કરતા વિકૃત, સૂજેલા અને વારંવાળા થઈ ગયા છે ?(૧૧૪૫) એટલે અમે બંનેએ જે ભારે સંકટ ભોગવ્યું, જે મરણની વાણી આવી અને જે કાઈ કર્યું તે બધું યથાતથ તેને કહ્યું. (૧૧૮૬) એ સાંભળીને કમલહસ્તીએ તે ગામના આદરણીય બ્રાહ્મણ કુટુંબમાં અમારે માટે ભોજનની વ્યવસ્થા કરાવવા માડી (૧૧૪૭) ઊ ચા સ્થાન પર રહેલા બ્રાહ્મણવાડામાં થઈને અમે તે બ્રાહ્મણના વરમાં પ્રવેશ કર્યો છતમાંથી લટકાવેલા કળશના ગળામાંથી ત્યાં જળબિંદુ ટપકતા હો (૧૧૪૮) પગ જોઈને અમે ગૌશાળાની નિકટમાં બેઠાં હાથ ધોવા માટે અમને શુદ્ધ જળ આપ્યુ (૧૧૪૯) રસોઈ તૈયાર હેઈને અમને સુપફવ, સરસ, સ્નિગ્ધ અન્નથી તૃપ્ત કરવામાં આવ્યા. હે ગૃહસ્વામિની, અમૃત સમે અત્યત રુચિકર આહાર ત્યાં અમે લીધે (૧૧૫) તે પછી હાથ ધોઈ, અછાં વાસણ ખસેડી લઈ, પગે પડેલા ઊઝરડા પર ઘી ચોપડી, તે કુટુંબના લોકોને નમસ્કાર કરીને અમે ત્યાંથી નીકળ્યાં (૧૧૫). ગણાશકનગરમાં વિશ્રાંતિ પછી અતિશય થાકેલા અમે બંને ઘોડા પર સવાર થયા. કુંભાષહતી અને તેના સુભટ પરિવારથી વિ ટળાઈને અમે તે પ્રદેશના આભૂષશરૂ ૫. લક્ષ્મીના વાસણમાં, સમસ્ત ગુણવાળા, કવિનાશક પ્રણાશક નામના નગરમાં પહોચ્યાં. (૧૫-૧૧૫૩) ત્યા ગગાની સખી સની, લ ચા કાતરને લીધે વિષમ કાઠાવાળા, જળભરપૂર તમસા નદી અમે નૌકામાં બેસીને પાર કરી (૧૧૫૪), ગ ગા અને તમસાના
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy