________________
તરંગલા
૧૩૫
ચા, પર તુ તેથી બચવા હુ પરાણે પણ પગે ચાલવા લાગો (૧૦૮૧) મારી સામે ભાળ કરતા મારા પ્રિયતમે કહ્યું, “આપણે આતે આતે જઈએ. હે મૃગાક્ષી, તુ વડીક આ કવચિત અછી તડી પડતા લાકડા વાળા વનપ્રદેશ તરફ દષ્ટિ કર (૧૯૮૨) ગાયોની અવરજવરથી કચરાયે અને આછા અને છાણવાળાં ગોચ પરથી જણાય છે કે ગામ નજીકમાં જ છે, તે તુ ડર તજી દે' (૧૯૮૩) એટલે હે ગૃહસ્વામિની, લોકમાતા સમી ગાને જોતાં ભારે ડર એકદમ દૂર થયા અને મને અત્યંત પ્રસન્નતા થઈ (૧૦૮૪)
ક્ષાયક ગામમાં આગમન
ત્યાં તો અસનપુછપના કર્ણપૂર પહેરેલા, લાઠીથી ખેલતા. દૂધે ચમકતા ગાલ () વાળા, ગોવાળના છોકરાઓ નજરે પડયા. (૧૦૮૫). તેમણે અમને પૂછયું, “તમે આ આડે રસ્તે કયાથી આવો છો ?' એટલે આર્યપુત્રે કહ્યું, ‘મિત્રો, અમે રસ્તો ભૂલ્યા છીએ. (૧૦૮૬). આ પ્રદેશનું નામ શું છે? આ નગરનું નામ શું ? કયા નામનું ગામ અહી થી કટલે દૂર હશે? (૧૯૮૭). તેમણે કહ્યું, “પાસેના ગામનું નામ લાયક છે. પણ અમે વધુ કશુ નથી જાણતા, અમે તો અહી જ ગલની સરહદમાં જ મોટા થયા છીએ.” (૧૦૮૮) પછી આગળ ચાલતાં ક્રમે કરીને અમે હળથી ખેડેલી ભૂમિ પાસે પહેચ્યા. એટલે પ્રિયતમે મને ફરીથી આ પ્રમાણે વચન કહ્યા (૧૦૮૯), “હે વરૂ, વનના પાંદડા ચૂટી લાવતી આ પ્રામીણ યુવતીઓ જે, પાડાને ખેળ ભરેલે હેઈને તેમના દઢ, રતાશ પડતા, પુષ્ટ સાથળ ખુલ્લા દેખાય છે ' (૧૯૯૦) પ્રિય વચને કહેતે મારો પ્રિયતમ, મારો શાક અને પરિશ્રમ ઓછો કરવા આ તેમ જ અન્ય વસ્તુ છે મને બતાવતો જતો હતો (૧૦૯૧).
ગામનું તળાવ
તે પછી થોડે દૂર જતા અમે ગામના તળાવ પાસે જઈ પહોંચ્યા તે સ્વચ્છ જળે ભરેલું હતું, દર પુષ્કળ માક્લીઓ હતી ચોતરફ કમળના ફૂડ વિકસ્યાં હતાં (૧૯૯૩) તે ગામના તળાવમાંથી અમે રવ છ, વિકસિત કમળની સુગ ધવાળું પાણી ભયમુક્ત મને બે બે પીધુ (૧૦૯૩) હે ગૃહસ્વામિની, પછી પાણીમાં નાહીને, જળથી શીતળ બનેલા અને પવનથી વીજણે નખાતા અંગે, ભયમુક્ત બનેલા અમે તે ગામમાં પ્રવેશ્યઃ (૧૯૪).