SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ આ આઠેય નિષેધપરક વિશેષણો એવા છે જેમાં દાર્શનિક મૌલિક વિવિધ માન્યતાઓ અને કલ્પનાઓને સંગ્રહ થઈ જાય છે. તે કહે છે– વસ્તુ ઉત્પન નથી, વિનષ્ટ નથી; જ ન ઉચછેદ નથી, તે શાશ્વત નથી, તે અભિન્ન નથી ભિન્ન નથી, તેને આગમ નથી અને નિર્ગમ પણ નથી. ચન્દ્રકીર્તિએ સ્પષ્ટીકરણ કર્યું છે કે પ્રથમ જે ઉત્પત્તિ જ નથી—એ જે નિશ્ચિત થાય તે બાકીના જે પ્રતિષેધ છે તેને સમજવામાં સરળતા પડશે એટલે જ નાગાર્જુન સૌપ્રથમ ઉત્પત્તિની કલ્પનાનું નિરાકરશુ કરે છે– न स्वतो नापि परतो न द्वाभ्या नाप्यहेतुत । કરવા ગાતુ વિશજો માયા: જય વન છે મ૦ ૧ ૩ સ્વતઃ ઉત્પત્તિ નિરર્થક જ ઠરે તેથી લાભ પણ શું ? તે પોતે વિદ્યમાન છે જ, પછી ઉત્પન્ન થવાનો શું અર્થ માટે સ્વતઃ ઉત્પત્તિ ઘટે નહિ વળો તેમ માનવા જતાં અનવસ્થા પણ થાય. પરથી પણ ઉત્પત્તિ થતી નથી કારણ “પર” એ સિદ્ધ જ નથી અને સિદ્ધ હોય તે પણ અપેક્ષિત એક સિવાયના બધા જ પર છે, તે તેથી જો ઉત્પત્તિ થતી હોય તે સ સારના સમગ્ર પર” જનક માનવા પડશે. બધુ જ બધા પદાર્થોથી ઉત્પન્ન થાય છે એમ માનવું પડે, કારણુ— “ તુલ્ય વરસમણિ જ્ઞsfપ ચત્માત્ ! ” મધ્યમકાવતાર ૬ ૧૪. અજનક મનાતા એવા બધા જ “પર” રૂપે સમાન છે. તે બધા જ અજનકે “પર” ‘હોવાને કારણે જનક બની જશે અને સ્વ અને પર એ બનેથી પણ કાંઈ ઉત્પન્ન થઈ શકે નહિ, કારણ એ બનેમાં દોષોનું દર્શન કરાવ્યુ જ છે. અહેતુથી પણ કાંઈ ઉત્પન્ન થાય નહિ. હેતુ ન હોય તે કાર્ય કારણ એ વિભાગ જ ન બને. વળી જે હેતુ વિના કશુક ઉત્પન્ન થઈ શકતું હોય તે વધ્યાપુત્ર, ગગનમુસુમ એ બધુ પણ ઉત્પન્ન થઈ જાય. આમ વસ્તુને ઉત્પાદ ઘટતો નથી. (મ૦ ૨૧ ૧૨) અને જેને ઉત્પાદજ નથી તેના નિરોધની ચર્ચા જ વ્યર્થ છે. (મ૦ ૧ ૧૧, ૭.૨૮) _આટલી ઉત્પાદની ચર્ચાથી નાગાર્જુનની દલીલો કેવી છે તે વિષે આપણે જાણી શકીએ છીએ આ શુન્યવાદ વિષે દાર્શનિકને ઘણુ કહેવાનું છે પણ તે વિષે ફરી કોઈ વાર સંદર્ભગ્રંથો નાગાજુન-મધ્યમકદાચ, ચદ્રકીર્તિત ટીકા સાથે–વિગ્રહવ્યાવતિની, પ્ર. બૌદ્ધ સંસ્કૃત ગ્ર થાવલી-૧૦ આયદેવ-ચતુશતક, આલોક પ્રકાશન, નાગપુર શાંતિદેવ_બોધિચચવતાર અને શિક્ષા સમુચ્ચય, ૦ બૌદ્ધ સંસ્કૃત ગ્રંથાવલી–૧૧-૧૨ T, R. V Murti-The Central Philosophy of Buddhism, George Allen and Unwin, 1960 B. K. Matilal-Epistemology, Logic and Grammar in Indian Philosophical Analysis-Mouton, 1971,
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy