SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા એમ કહીને હું ધસી જઈ ને ચેટીને ભેટી પડી. હાયથી પુલકિત થઈને મેં ચેટીને આ પ્રમાણે વચને કહ્યાં, “મારો પ્રિયતમ મને વાધીન છે એ જાણુને મારા શકનો વેગ નષ્ટ થયો છે.' એ પ્રમાણે આશ્વસ્ત થતાં, હે ગૃહરવામિની, હું હરખથી મારા ઘરમાં સમાતી ન હતી. ( ડા૬૩૮). સ્નાન કરી, બલિકર્મ કરી, પૂજનીય અરયંતિને વાદીને મેં ઉપવાસનું પારણું સુખભર્યા ચિત્તથી કર્યું. (૩૯). હે ગૃઢરવામિની, ઉપવાસ પરવાના પરિશ્રમને મેં શીતળ આસ્તરણવાળી તળાઈ પર આરામ કરીને હળવો કર્યો (?) (૬૪૦). તરગવતીનું માથું ? અસ્વીકાર તેને સમાગમ કરવાના વિવિધ મનોરથ સેવતી, તેની હદયમૂર્તિ સાથે રમતી, હું પ્રિયથી વ્યાકુળ અવસ્થામાં રહેતી હતી. (૪૧) તેટલામાં એક વાર સાસિક દાસી મારી પાસેથી ચાલી ગઈ અને કેટલેક સમય રહીને તે પછી મારી પાસે આવી. (૬૪૨). ઊના ઊના નિઃશ્વાર નાખતી, આંસુથી ઘેરાયેલી આંખે, જેમતેમ આંસુ ખાળીને, મનના પરિતાપ સાથે તે ૨ પ્રમાણે વચને કહેવા લાગી (૬૪૩), “પૃથ્વીમાં ભ્રમણ કરવાવાળા તે સાર્થવાહ ધનદેવ પિતા, બાંધવો અને મિત્ર સાથે, શ્રેષ્ઠી પાસે તારું મારું કરવા આપણે દીવાનખંડમાં આવ્યું હતો. (૬૪૪). તેણે કહ્યું, “તમે અમારા પદ્યદેવને તમારી કન્યા તરંગવતી આપો. અમે તમે કહેશે તે મૂલ્ય આપીશું.” (૪૫). એટલે નિર્દય શ્રેષ્ઠીએ તેની માગણીને નકારતાં, આ વિવેકહીન અને કટુ વચનો કહ્યાં (૪૬), “પ્રવાસ એ જેનું મુખ્ય કર્મ છે, જેને પિતાને ઘરમાં સ્થિરવાસ હોતો નથી, જે સર્વે દેશના અતિથિ જેવો છે તેને હું મારી પુત્રી કેમ આપું ? (૬૪૭). સાર્થવાહનું કુટુંબ સારી રીતે સમૃદ્ધ હોવા છતાં તેમાં રહીને મારી પુત્રીને, પતિના વિયોગમાં એક વેણીએ કેશ બાંધતી, વેદના અને ઉત્કંઠા સહેતી, શણગાર સજવાથી અળગી રહેતી, લગાતાર રુદનથી ભીંજાયેલ રાતી આંખો ને વદન કમળવાળી, લખવામાં રત(!), સાદા જળથી સ્નાન કરતી ઉત્સવ પ્રસંગે પણ મલિન અંગવાળી એવી બનીને રહેવું પડે અને એમ જીવનભર, લગભગ વૈધવ્યના જેવું ભારે દુઃખ જોગવવું પડે. (૬૪૯-૬પ૦). સ્નાન, પ્રસાધન, સુગધી વિલેપન વગેરેથી હું કઈ દરિદ્રને આપવાનું પસંદ કરું.” (૬૫૧). આ પ્રમાણે ભાગાને અસ્વીકાર થતાં, હસીને તેને સત્કાર કરવામાં આવેલ હોવા છતાં() પષ્ટ રીતે તેની વિડંબના કરવામાં આવી હેઈને તે સાર્થવાહ ખિન્ન ચિરે પાછો ફર્યો. (ઉપર).
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy