SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગ હોલા. બરાબર સ્થાન લઈને, ધનુષ્યની પણછ પર ચડાવેલું તે પ્રાણધાતક બાણ તેણે હાથી તરફ છોડવું (૩૩૮), અને કાળમુહૂર્તમાં ત્યાંથી પસાર થતા મારા સાથીને કાળગે તે બાણે કટિપ્રદેશમાં વીંધી નખે. (૩૩૯). પ્રબળ ચોટની પીડાથી મૂર્ષિત બનેલે, ગતિ અને ચેષ્ટાથી રહિત થઈને તે પહેળી પાંખે પાણીમાં ધબકાયો ને સાથે મારું હૃદય પણ ભાંગી પડયું .(૩૪૦). વિદ્ધ ચક્રવાક તેને બાણથી વીંધાયેલો જોઈ તે પહેલવહેલા માનસિક દુઃખના શાકને ભાર ધારણ કરવાને અશક્ત બનીને હું પણ મૂછ ખાઈને નીચે પડી. (૩૪૧). ઘડીક પછી ગમે તેમ કરીને ભાન આવતાં શાકથી વ્યાકુળ બની વિલાપ કરતી હું પૂરે ઉભરાતી અને મારા પિયુને જોઈ રહી. (૩૪૨). તેના કટિપ્રદેશમાં બાણ ભેંકાયેલું હતું; બંને પાંખોનો સંપુટ, છૂટ, પહેળે ને ઢળી પડેલે હ; પવનને ઝપાટે ઢાળીને ભાંગી નાખેલા, વેલે વળગેલા પદ્મ સમો તે પડ્યો હતો. (૩૪૩). પડવાને લીધે બહાર નીકળી આવેલા લોહીથી લદબદ એવો તે લાખથી ખરડાયેલા પાણીભીને સુવર્ણ કળશ સમે દીસતો હતો. (૩૪૪). પિતાને લોહીથી ખરડાયેલા શરીરવાળો તે મારા સાથી ચંદનના દ્રવથી સિંચિત પૂજાપા માટેના અશોક પુષ્પોના ઢગ સમો દીસતે હતો. (૩૪૫). જળપ્રવાહને કાંઠે પડેલે કેસુડાના જેવા સુંદર વાનવાળો તે આથમવાની અણુ પર આવેલા, ક્ષિતિજમાં ડૂબવા માંડેલા સૂરજ સમે શેભતો હતો. (૩૪૬). મારા પ્રિયતમને ભેંકાયેલું બાણ ચાંચ વડે ખેંચી કાઢવામાં મને એ ડર લાગતો હતો કે તે બાણ ખેંચવાની વેદનાને પરિણામે તે કદાચ મૃત્યુ પામે. (૩૪૭). પાંખ પસારીને તેને ભેટતી, “હા હા ! કંથ!' એમ બોલતી હું તેની સંમુખ થઈને આંસુધેરાયેલી આંખે તેનું મુખ જઈ રહી. (૩૪૮). બાણથી વિનાશિત છવિતવાળા એ મારા પ્રિયતમની ચાંચ વેદનાથી ખુલ્લી થઈ ગઈ હતી. આંખના ડોળા ઉપર ચડી ગ હતા અને બધાં અંગે તદ્દન શિથિલ થઈ ગયાં હતાં. (૩૪૯). કિંકર્તવ્યવિમૂઢ બનેલી હું સ્વાભાવિક પ્રેમને કારણે, ઉપરાઉપર આવતા તરંગોથી વીંટળાયેલા તેને મૃત હોવા છતાં જીવતો માનવા લાગી. (૩૫૦). પરંતુ તે તદ્દન ફી કે પડી ગયું છે તેમ જાણીને એકાએક આવી પડેલા દુસહ શોકાવેગથી હું મૂર્ષિત થઈને ભાન ગુમાવી બેઠી. તે પછી કેમેય કરીને ભાનમાં આવતાં હું મારા આગળનાં પીંછાં ચાંચથી તોડવા લાગી. તેનાં પીંછાંને પંપાળવા લાગી અને પાંખ વડે હું તેને ભેટી પડી. (૩૫૧-૩૫૨). હે સખી ! હું આમતેમ ઊડતી પાણી છાંટતી, મૃત પ્રિયતમની બધી બાજુ ભ્રમણ કરતી આ પ્રમાણે મારા હાયનાં કરૂણ વિલાપવચને કાઢવા લાગી (૩૫૩) :
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy