________________
તરંગલા
૩૫
તેના પર બેઠેલા, ફીંડલું વાળેલી ક્ષૌમ વસ્ત્ર જેવા ધવલ અને રિતુ પાસેથી ગુણગણ પામેલા એવા હંસ સરોવરના અટ્ટહાસ સમા દીસતા હતા. (૨૬૧). વળી, કેસરલિત મારા પયોધર જેવી શોભા ધરતા, પ્રકૃતિથી જ રતાશ પડતા, પ્રિયા સાથે જેમને વિપ્રયોગ નિર્મિત છે (1) તેવા ચક્રવાક મેં જોયા. (૨કર). પદ્મિની પર બેઠેલા કેટલાક ચક્રવાક લીલા મણિની ફરસ પર પડેલા કરે ગુનાં ફૂલના પેજ સમા શોમી રહ્યા ૯તા. (૨૩). ઈબ અને રોષરહિત, સહચરીને સંગમાં અનુરક્ત, મનગિલ જેવા રતૂમડા ચક્રવાક મેં ત્યાં જોયાં (૨૬૪). પોતાની સહચરીની સંગાથે પવિનીપત્રોની વચ્ચે રમતા ચક્રવાક, મરકતમણિની છે પર દડતા રત્નકલશના જેવી શોભા ધરી રહ્યા હતા. (૨૬૫). મૂછ
સરોવરના અલંકાર સમા, ગોરોચના જેવી લાશ ધરતા એ (?) ચક્રવાકોમાં મારી દષ્ટિ કાંઈક અધિક રમમાણ રહી. (૨૬૬) હે ગૃહસ્વામિની બાંધવજન સમાં એ ચઢવાને ત્યાં જોઈને મને મારા પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું, અને શેકથી મૂછિત થઈ હું ઢળી પડી. (ર૭). ભાન પાછું આપતાં, મારું હૃદય અતિશય શેકથી રૂંધાઈ ગયું, અને હું પુષ્કળ આંસુ સારીને મનોવેદના પ્રગટ કરવા લાગી. (૨૬૮). હું દાસીને, રડતરડતાં કમળપત્રમાં પાણી લાવીને મારા હૃદયપ્રદેશને તથા આંસુ લૂછતી જોઈ રહી. (૨૬૯. પછી તે ગૃહસ્વામિને, હું ત્યાંથી ઊઠીને તાજા', લીલાં પત્ર વાળી પતિનીના ઝુંડ સમા, સરોવરકાંઠના કદલીમંડપમાં ગઈ. (૨૭૦). ત્યાં નિર્મળ ગગાળ જેવી અત્યંત શ્યામ પથ્થરની પાટ પર હું શેકવિવશતાથી આંસુ વહેવરાવતી બેસી પડી. (૨૧) ચેટીની પૃછા ,
એટલે દાસીએ મને કહ્યું, “હે સ્વામિની, શું તને ખાધેલું બરાબર પચ્યું નથી ? અથવા તે વધુ પડતે થાક લાગે છે? કે પછી કશુંક તને કરડી ગયું?' (૨૭૨). મારાં આંસુ લૂછતી તે પોતે પણ મારા પ્રત્યેના નેહથી આંસુ સારવા લાગી; વળી તેણે પૂછયું, “તને શા કારણે આ મૂર્છા આવી ? (૨૭૩). મને સાચી વાત કહે, જેથી તરત જ ઉપાય કરી શકાય. વિલંબને લીધે તારા શરીરને રખે કશી હાનિ પહોંચે. (ર૭૪). કહ્યું છે કે વ્યાધિની, દુર્જનની મૈશીની અને દુ:શીલ સ્ત્રીની ઉપેક્ષા કરનાર પછીથી ભારે દુઃખી થાય છે. (૨૭૫). પ્રમાદ સેવવોથી અનર્થ આવી પડે ને વિનાશ પણ થાય, માટે હે સુંદરી, બધી બાબતમાં સમયસર પગલાં લેવાં એ જ સારું છે, (૨૭૬). એટલે, આવી પડેલા નાના શા દેષ પ્રત્યે પણ પ્રમાદ ન સેવ, નહીં તો એગ્ય વેળાએ જે નખથી છેદાય તેવું હોય, તે પછીથી કુહાડાથી છેદવું પડે તેવું થઈ જાય.” (૨૭૭) આ પ્રકારનાં તેમ જ બીજાં પણ સહિયરને સહજ એવાં પચ્ચે વચને દાસીએ વિનવણી કરતાં કરતાં મને કહ્યાં. (ર૭૮).