________________
- યમ સુદરકૃત નેમીશ્વર બાળલીલા ફાગ
કનુભાઈ ત્રિ. શેઠ
પ્રાસ્તાવિક પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જે વિવિધ કાવ્યપ્રકાર ખેડાયેલા છે. એમાં વસંતના વણુંને એક વિશિષ્ટ સાહિત્ય પ્રકાર ઉપસ્યું છે, તે ફાગુ, ફાગુ કાવ્યમાં કંઈક ઈતિવૃત્તને આધાર લઈ પ્રકૃતિની ભૂમિકામાં “માનવ ભાવ અને પ્રકૃતિનું સમન્વિત’ નિરૂપણ હોય છે. વસંતવર્ણન ઉપરાંત ગુમાં વસંતક્રીડા પણ હોય છે.
ગુજરાતી સાહિત્યમાં પ્રારંભમાં પ્રાપ્ત થતા ફાગુઓ પ્રાય: જૈન છે, જ્યારે જૈનેતર કૃતિઓ પ્રમાણમાં અલ્પ છે. એના કારણમાં જૈનભંડારની સંઘટિત વ્યવસ્થાને ગણાવી શકાય. જૈનેતર પરંપરામાં આવી કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે અ૮૫ પ્રમાણમાં કૃતિઓ પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. ફાગુ કાવ્યપ્રકાર જૈનેની જ મૌલિક સજના નથી, પણ ધર્મોપદેશના એક સાધન તરીકે સાહિત્યને અપનાવતા જૈનાએ અન્ય સાહિત્ય પ્રકારની માફક આ પ્રકાર પણ પરંપરામાંથી અપનાવ્યું છે. જેના ફાગુઓમાં સ્થૂલિભદ્ર, નેમિનાથ, જંબૂસ્વામી અને પાર્વનાથ જેવાના ચરિત્રનું નિરૂપણ કરતા ફાગુએ ઠીક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્રે સં. ૧૪૯૪ [ઈ. સ. ૧૪૩૮] જેવા પ્રાચીનકાળના “કવિ ધર્મસુંદરકૃત નેમીશ્વર બાલ લીલા ફાગ" કાવ્ય સંપાદિત કર્યું છે.
પ્રતવર્ણન અને સંપાદન પદ્ધતિ પ્રસ્તુત કૃતિનું સંપાદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નગરશેઠ ગ્રંથભંડારની કૃતિ ક્રમાંક ૧૬૬ ૮૭ ની એક માત્ર પ્રત પરથી કરેલ છે. પ્રતમાં કુલ ચાર પત્રો છે. પ્રત્યેક પત્રનું માપ ૧૦૫”x૪.૪” છે. પ્રત્યેક પૃષ્ઠમાં આશરે ૧૬ પંક્તિઓ છે. પાતળા કાગળની આ પ્રતિ દેવનાગરી લિપિમાં કાળી શાહી વડે લખાયેલી છે, પણ કના ક્રમાંક લાલ કરેલા છે. પ્રતને પાનાની કિનારીઓ કપાઈ ગયેલી છે. એટલે કેઈક અક્ષરો નષ્ટ થયેલા છે. પ્રતને લેખન સંવત્ પ્રાપ્ત થતો નથી પણ લેખનપદ્ધતિ અનુસાર તે અનુભાને સત્તર શતકને હોય એમ લાગે છે. આરંભ : 9 નમઃ વદ્ધમાનશારદામૈ નમઃ | અંત ? ઇતિ શ્રી નેમીશ્વર બાલલીલા ફાગ :.
શુભ ભૂયાત બ્રહ્મ વર્ધમાનપાદપદ્મપ્રસાદ
પ્રસ્તુત કૃતિનું સંપાદન ઉપલબ્ધ એકમાત્ર પ્રત પરથી કર્યું છે. સર્વત્ર મૂળ પાઠ કાયમ રાખે છે. સંસ્કૃત કે લેકભાષાની અસરવાળા છે અને હસ્તપ્રતમાં પણું એ પ્રામઃ અપભ્રષ્ટ સ્વરૂપમાં મળે છે તે શુધ્ધ કર્યા છે.