________________
તારગાનું અજિતનાથ જિનાલય
શ્રી મધુસૂદન ઢાકીના જે અવલોકનો છપાયા છે તેના ઉપર એકાદ દાયકે વીતી ગયો છે, અને ત્યાર બાદ ચૂનાના પડ ઊખડી જતાં અસલી કારીગરી અષ્ટરૂપે બહાર આવી છે આથી તેના સ્થાપત્ય વિષયક ગુણદોષ વિશેષ "પષ્ટ બન્યા છે (૧) દરેક રથ-પ્રતિરથ હવે વિશેષ ઊંડાણ બતાવી રહેતા હોઈ છાયા–પ્રતિ છાયાની કંદ
લીલાથી મદિર શોભી રહે છે. (૨) જ ઘાની રથિકાઓના માંચીમાં પડતા લાબસાંના અભાવે તેમ જ “નરપટ્ટી” અને
મણિબંધની વધારાની ઉપસ્થિતિને કારણે પ્રત્યેક રથ-પ્રનિરથમા શેડીક સપાટતા
આવી ગઈ છે તે વાત સાચી છે. (૩) શિખરની રેખા અને જાલ હવે સ્પષ્ટરૂપે પ્રગટ થતા અને કલાની દષ્ટિએ ઉચ્ચ
કેટિના છે તેમ દેખાઈ આવે છે. (૪) ગૂઢમંડપ મૂળ પ્રાસાદથી થોડા માટે કર્યો હોત તો સોમનાથના મંદિરની જેમ
વિશેષ સુદર અને સમતલ દેખાત,
મંદિરની બહારની સાફસફાઈનું એક બીજું પરિણામ એ આવ્યું છે કે તેની સિલ્પપ્રતિમાઓના આકાર-પ્રકાર તદન સ્પષ્ટ બની ગયા છે. નીચલી જ ઘાના રૂપ વિશે ઘવાયેલાં છે, પણ ઉપલી જા ઘીની બેઠેલી યક્ષ-ચલીઓની પ્રતિમાઓમા ઘણીક સારી હાલતમાં છે અને તેમની કેટલીકને તો કુમારપાળના સમયની કલાના ઉત્તમ રત્નરૂપે ગણાવી શકાય તેમ છે. 81
ઉપસંહાર દા. સોમપુરાના લેખની પૂર્તિ રૂપે અહીં યત્કિંચિત કહ્યું છે. પણ તાર ગા ઉપર એના તમામ પાસાની છણાવટ સાથે પુષ્કળ ચિત્રો સહિતનું એક પુસ્તક તૈયાર થાય તે ઈચ્છવારોગ્ય છે. આ અનુષ ગે વિધવિશ્વને અમારા શિલ્પીજને વતી એક વિનતી છે કે પ્રસ્તુત પુસ્તકનું લખાણ ઉચ્ચકોટિનું કરવાને બદલે “મધ્યમકેટિ’નું રાખવું; કેમકે જેમ પરમહંસ અને જીવનમુકતોના વ્યવહાર, યિા-ચયને સામાન્ય સંસારી જનના નિયમ લાગુ પડી શકતા નથી, તેમ ઉચ્ચ કેટિનું લખાણ પણ લેખનની સર્વસામાન્ય સ હિતાથી પર રહે છે. આથી હવે “મધ્યમ કેટિ’નું લેખન હાથ ધરવામા આવે ત્યારે નીચે મુજબની વાતો ધ્યાનમાં રાખવામાં આવે તેવી અમારી પ્રાર્થના છે: (૧) તારંગાના મંદિરને લગતા તમામ સાહિત્યિક અભિલેખીય આધાર-પ્રમાણેની પૂરી
ચકાસણી કરી તેના ઇતિહાસનું સુવ્યવસ્થિત પ્રસ્તુતીકરણ ભૂમિકા રૂપે કરવામાં આવે. (૨) મ દિરના સ્થાપત્યનું સુક્ષ્મતા સાથે વિવરણ કરવા ઉપરાંત વિવેચન પણ થાય. તેમાં
અગ-ઉપાંગોનાં લક્ષણો અને લાક્ષણિકતાઓના સર્વેક્ષણ-પરીક્ષણ, તુલનાત્મક, .
ચિકિત્સા ઉપસ્થિત હોવાં ઘટે ' 37 સેમપુરા અહીંની ઈન્દ્રની પ્રતિમા વિષે જ કલા-વિવેચનાત્મક વિધાન કરે છે તે સારા લેખમાં પિતાના એકાકીપણાથી શોભી ઉઠવા ઉપરાત ભાષાની દષ્ટિએ પણ સારું એવું ધ્યાન ** R 0. "The figure of Indra [Itatic?, 19 very interesting one (!) It 18 represented in a very peculiar forceful (!) manner" (Sompura p. 22).