SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂર્જરેશ્વર કુમારપાલદેવ ચૌલુક્યનું દાનપત્ર ૫ અમૃતલાલ મેહનલાલ, ભેજક નામ્રપત્ર ઉપર કેરાયેલા આ દાનપત્રવાસનના બે પતરા છે તેમની વબાઈ ૨૮ સે ભી અને પહોળાઈ ૨૩ ૫ સે ભી છે. પહેલા પાના નીચેના ભાગમાં અને બીજા પતરાના ઉપરના ભાગમાં ૧૫ સેમી વ્યાસવાળું કાણું પાડે છેઆ કાખામાં તેને અનુરૂપ વ્યાસવાળી બને પતરાને સાથે જોડી રાખતી એક તાબાની કરી હતી જઈએ જે આજે ઉપલબ્ધ નથી આવી કડી તાબાના બાળ સળિયાની સાદ પણ હોય છે, તે કોઈવાર તેના ઉપર રાજમુદ્રા પણ છાપવામાં આવતી હોય છે અને તામ્રપતનું વજન ૨ ૮૩૫ કિલોગ્રામ છેપહેલા પતરામાં ૧૬ અને બીજા પતરામા ૧૪ પતિએ છે તે સમયમાં પ્રચલિત નાગરી લિપિમાં લખાયેલા આ અભિલેખની ભાષા સંસ્કૃત છે વખાણમા અશુદ્ધિ નહીવત છે, જે લેખની વાચનામાં સુચવેલા સુધારા ઉપરથી જાણી શકાશે પ્રસ્તુત દાનપત્રની વાચનાને સાર નીચે પ્રમાણે છે પ્રાર ભમા કામારપાલદેવના પૂર્વજોની રાજાનલી જણાવી છે, તેમાં અનુક્રમે મલરાજદેવ, ચામુંડરાજદેવ, દુર્લભરાજદેવ, કર્ણદેવ અને જયસિહદેવના નામ છે આ રાજાવલીમાં પ્રત્યેક રાજાના નામની પહેલા પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર આ ત્રણ વિશેષણો છે આ ત્રણ વિશેપણું ઉપરાંત કર્ણદેવના નામના પહેલા “રોલમલ' વિશેષણ છે, જ્યારે જયસિહદેવના નામના પહેલા ઉક્ત ત્રણ વિશેષણ ઉપરાતુ અવંતીનાથ, ત્રિભવનગડ, બબરકજિષ્ણુ અને સિદ્ધચક્રવતી' એમ ચાર વિશેષણ વધારે છેઆ પછી કુમારપાલદેવ નામ આવે છે, તેના પૂર્વે પણ મા ભમાં જણાવેલા ત્રણ વિશેષણે જ છે. કુમારપાલદેવે પોતાના રાજ્યની અંતર્ગત વિષયપથની મર્યાદામાં રલ્લા રાજપુ રૂષોને, બ્રાહ્મણ સમેત અધિકારી વર્ગને અને પ્રજાજનોને જણુવ્યું છે કેમે કમારપાલદે આજે વિક્રમ સંવત ૧૧૯૯ના પોષ વદ ૧૦ને શનિવારે અણુહિલપાટકનગરમાં ઉત્તરાયણ પર્વના દિવસે સ્નાન કરીને, ભગવાન ભવાનીપતિની પૂજા કરીને, સંસારની અસારતા વિચારીને. કમલપનના ઉપર રહેવા જલબિન્દુના જેવું અતિ અરિથર જીવન જાણુને તથા આ લોક અને પરલોકનુ ફળ સ્વીકારીને માતા-પિતા અને પિતાના પુણ્ય તથા યશની વૃદ્ધિ માટે મૂવદ્વગામમાં બે હળથી ખેડી શકાય તેટલી ભૂમિ પદમલાદેવી રાણીના શયાગ્રાહક મદા નામના નાગરબ્રાહાણને જલદાનપૂર્વક આ શાસનથી સમર્પિત કરી છે મહદાના પિતાનું નામ ઈશ્વર જણાવ્યું છે, તેની જ્ઞાતિ નાગરબ્રાહણ હતી. દાનમાં આપેલી આ ભૂમિની ચારે બાજુની સીમની અંદરના ભાગમાં વિદ્યમાન સુવર્ણ-ધન, કાઠ, તૃણ અને પાણી વગેરે તથા તેની ઉપજ સહિતનું આ ભૂમિદાન છે” પ્રસ્તુત ભૂમિ બે વિભાગમાં આપેલી છે તેના પહેલા વિભાગની વિગત આ પ્રમાણે છે
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy