SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. આ પ્રવૃત્તિનાં બે અંગ છે. પ્રથમ અંગ ચૈત્યનું સ્થળ પર નિરીક્ષણ કરી તેની ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક આદિ પરિસ્થિતિનું અધ્યયન શરૂ કરવા માટે અમદાવાદમાં પ્રયત્ન શરૂ કર્યો છે. આ પ્રયત્નને લીધે અમદાવાદમાં છેલ્લાં ચારસો વર્ષથી અસ્તિત્વ ધરાવતાં આકર્ષક દેરાસરનું અસ્તિત્વ સ્પષ્ટ થાય છે. તથા છેલ્લાં ચારસો-પાંચસો વર્ષના કલાના ઇતિહાસ પર વિવિધ પ્રકારે વધુ પ્રકાશ પડે છે. તથા તેની પરંપરામાં થયેલા ફેરફાર, જૈન વસતીના ફેરફારે, સ્થળાંતરે આદિથી અમદાવાદના ઈતિહાસના કેટલાંક પાસાં સમજાય છે. પં. દલસુખભાઈ માલવણિયા : આગમ વિષયક લેખસંગ્રહ આગમ સાહિત્યના વિવિધ પાસાઓની ચર્ચા કરતા હિન્દી ભાષામાં પ્રગટ થયેલા લેખનું સંકલન. રમેશભાઈ માલવણિયા: કહ૫સુત્રના ચિત્ર પ્રદશિત કરવાની યોજનાપૂવકની ગોઠવણી અને અધ્યયન કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાં પ્રાપ્ત પ્રસંગચિત્રોને પ્રદર્શિત કરવાની આગવી ગોઠવણી. એક જ ચિત્ર પ્રસંગ ને કાળક્રમને અનુસરી કમબદ્ધ શતકાનુસાર રજૂ કરવામાં પ્રયોજન એ છે કે કળામર્મજ્ઞ પ્રત્યેક સમય સાથે સંકળાયેલ અને સમયાનુક્રમ સાથે ઉપસ્થિત કળામાં તેના રંગે, એની સૂક્ષ્મતા, સુવર્ણના થયેલા આરંભને, લાજવ રંગેના પ્રવેશને નિમિષમાત્રમાં સમજી શકે. આ સાથે કથા-પ્રસંગને પણ અવલોકી શકે. સંગ્રહાલયોના ઈતિહાસમાં આ પ્રકારના ક્રમસ્થાપનાને કદાચ આ સૌપ્રથમ પ્રયાસ છે. ચિત્રનું અધ્યયન કલાસૂઝથી કરવામાં આવ્યું છે. રમેશભાઈ માલવણિયા : જૈન વસ્ત્રપટ્ટોની જનપૂર્વકની ગોઠવણી અને અધ્યયન જૈન પરંપરાના પ્રાપ્ત વિવિધ પદોને પ્રદર્શિત કરી, તેના વિષયની છણુંવટપૂર્વકનું વર્ણન અને અધ્યયન. સૂરિમંત્ર વસ્ત્રપદ, સહસ્ત્રફણપાર્શ્વનાથ ચિત્રપટ, શત્રુ વસ્ત્રપદ, વિવિધતીથપદ, પંચતીથી વસ્ત્રપદ, અઢીદ્વીપવસ્ત્રપદ, વધમાનવિદ્યાપદ, વગરે પટ્ટ અંગે અધ્યયન. રમેશભાઈ માલવણિયા: જૈન સચિત્ર કથાત્મક કૃતિઓનું અધ્યયન જૈન કથા-પરંપરામાં પ્રાપ્ત સચિત્ર પિથીના ચિત્ર-પ્રસંગનું વર્ણન અને અધ્યયન. દૈલા-મારુ, સદેવંત-સાવલિંગા. મધુમાલતી વગેરે કથાનું અધ્યયન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy