________________
પ્રાક્કથન
પ્રાકૃત અને જૈન સાહિત્યના વિષયમાં હાલ જે સંશોધનકાર્ય ચાલી રહ્યું હોય તેને લગતી ટૂંકી માહિતી, કેઈ મહત્તવના મુદ્દાને લગતી નોંધ અથવા કઈ નાની જેન કૃતિનું સંપાદન, અનુવાદ વગેરે, એ વિષયમાં રસ ધરાવનારને અવારનવાર સુલભ થાય તેવા હેતુથી એક લઘુ પત્રિકા પ્રકાશિત કરવાની હેમ. સ્મૃ. સં. શિ. નિધિએ અનુકૂળતા કરી આપી છે. આ પત્રિકામાં (૧) મુખ્યત્વે ગુજરાતમાં (કે કવચિત્ અન્યત્ર) જૈન મુનિવર્યો, સંશોધન સંસ્થાઓ અને વિદ્વાનો દ્વારા જે કોઈ ગ્રંથનું સંપાદનકાર્ય ચાલતું હોય તેને લગતી સંક્ષિપ્ત માહિતી (યથાપ્રાપ્ત ગ્રંથનામ, ગ્રંથકાર, રચના સમય, હસ્તપ્રતસામગ્રી, વિષય, ભાષા, સ્વરૂપ, ગ્રંથપ્રમાણ અને ગ્રંથના મહત્વ અનુસાર), (૨) ભાષા, ઈતિહાસ, સાંસ્કૃતિક પરંપરા વગેરેને લગતા ચાલી રહેલ સંશોધનકાર્યની માહિતી, (૩) કેઈ નવા સંશોધનાત્મક મુદ્દાને લગતી ટૂંકી નોંધ–વગેરેનો સમાવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારી વિનંતીને માન આપીને સંશોધકોએ મોકલેલી માહિતીને આધારે તથા સહેજે જે જાણકારી મળી શકી તેને આધારે આ પહેલા અંકમાં સામગ્રી રજૂ કરી છે. આરંભે ટૂંકી સંશોધનાત્મક છે. પણ આપી છે. આ પ્રયાસને ઉપયોગી બનાવવામાં જે વિદ્વાનને સહકાર મળે તેમના પ્રત્યે તથા આર્થિક પ્રબંધ કરી આપવા માટે ટ્રસ્ટ પ્રત્યે આભારને ભાવ વ્યક્ત કરીએ છીએ.
સંકલનકાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org