________________
૨૭
વિદ્યાથીલક્ષી આ રચનામાં જે કે અષ્ટમાધ્યાયનાં બધાં સૂત્રોમાં સેંધાયેલા. બધા જ પ્રયોગ–ઉદાહરણોની વિગતવાર સાધનિકા નથી દર્શાવી. કર્તાને જ્યાં
જ્યાં, જે ઉદાહરણમાં, અભ્યાસીઓને તેની સાધનિક કઠિન કે ગુંચવાડા ભરેલી. બનશે તેમ ભાસ્યું, ત્યાં ત્યાં લાગુ પડનારાં સૂત્રો તેમણે ક્રમબદ્ધ ટાંક્યાં છે. તે પણ ખાસ સૂત્રો જ. બાકીની સામાન્ય પ્રક્રિયા તે અભ્યાસી પિતે જ શોધી શકે તેવો તેમનો ખ્યાલ લાગે છે અને તે સમુચિત પણ છે.
અષ્ટમ અધ્યાયના ચાર પાદ છે. ચારે પાદનાં સૂત્રો ક્રમશઃ ૨૭૧, ૨૧૮, ૧૮૨ અને ૪૪૮ છે. નરચંદ્રસૂરિની સંપાદનાધીન પ્રસ્તુત કૃતિની, અનુમાનત; વિક્રમના ૧૫મા સૈકામાં લખાયેલી અને અમદાવાદના સંવેગી ઉપાશ્રયના ગ્રંથસંગ્રહની હસ્તપ્રતિ (ક. ૨૨૮૯)માં કુલ ૧૪ પત્ર છે. તેમાં ૧થી ૪ પત્ર પ્રથમ પદ માટે, ચોથા પત્રની બીજી બાજુથી માંડીને છઠ્ઠા પત્રના પૂર્વભાગના અમુક અંશ સુધીનું દોઢેક પત્ર બીજા પાદ માટે, એ જ પ્રમાણે છઠ્ઠી–સાતમા પના અશોના સંકલનથી નીપજતા એક પત્ર જેટલે અંશ ત્રીજા પદ માટે અને ૭ થી ૧૪–એમ શેપ લગભગ સાડા છ પત્રો ચોથા પાદ માટે ફાળવવામાં આવ્યાં છે. ભાષા સંસ્કૃત છે. પ્રતિની લખાવટ મહદંશે શુદ્ધ છે. અક્ષરે ઉત્તમ અને પ્રતિની સ્થિતિ બહુ સારી નહિ તેવી-- મધ્યમ ગણાય. અમુક પત્રો ફાટેલાં છે.
બધાં રૂપ કે પ્રયોગ સિદ્ધ નથી કર્યા. પરંતુ જે સિદ્ધ કર્યા છે તે એકદમ પષ્ટ અને માર્ગદર્શક ઢબે કર્યા છે. એ પ્રયોગની સાધનિક પર પૂરતું ધ્યાન આપનાર અધ્યેતાને બાકીનાં રૂપોની સાધના ફાવી જાય તેવી ગૂથણી. થઈ છે.
ઉપરોક્ત ભંડારની આ જ કૃતિની બીજી પણ બે પ્રતિ પ્રાપ્ત છે, જેમાં એક વિ.સં. ૧૫૪૮માં લખાયેલી, ૨૧ પત્રની પ્રતિ છે, અને બીજી સંભવતઃ વિક્રમના ૧૫મા શતકના ઉત્તરાધ કે ૧૬મા શતકના આરંભમાં લખાયેલી લાગતી, ૨૬ પત્રોની પ્રતિ છે. આ પ્રતિમાં પ્રાપ્ત કપ્રમાણ ૧૪પ૧ હેવાનું નોંધેલું જોવા મળે છે. ગ્રંથના છેડે આ કૃતિની રચના પાછળને પિતાને આશય સ્પષ્ટ કરતાં કર્તા જણાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org