SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૩૮] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ તટસ્થ અને નિષ્પક્ષ છે. તેમની માન્યતા મુજબ શ્રી વાદિવસૂરિજી અને તેમના શિષ્યોના હાથે તીર્થ સ્થાપના થઈ છે. વિવિધતીર્થ કલ્પના કર્તા જેઓ ખરતરગચ્છના જ છે, તેમના મતે શ્રી ધર્મધષસૂરિજી મ. ના હાથથી ચૈત્ય શિખરની ૧૧૮ પછી પ્રતિષ્ઠા થઈ છે. પદેશતરંગિણી, ઉપસપ્તતિ અને પટ્ટાવાલીસંગ્રહમાં પણ શ્રી વાદિ દેવસૂરિજીના હાથથી તીર્થસ્થાપનાને ઉલ્લેખ મળે છે. વાદિ શ્રી દેવસૂરિજી મારવાડનાં ખૂબ વિચાર્યા છે. નાગર અને મેડતા તરફ તેમને વધુ ઉપકાર છે. તેઓશ્રી નાગરમાં બિરાજમાન હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહ ચઢાઈ લઈને નાગોર જીતવા આવ્યો હતો, પરંતુ વાદિ શ્રી દેવસૂરિજી ત્યાં બિરાજમાને છે એમ જાણી રાજા ચઢાઈ કર્યા સિવાય પાછે યા ગયે. નાગોરી તપાગચ્છ એમના નામથી ત્યાંથી નીકળ્યો છે. તેમની પરંપરાના યતિઓ-મહાત્માઓ આ જ પણ વિદ્યામાન છે, એટલે આ બધું જોતાં શ્રી નાગૅદ્રગચ્છીય આચાર્યનું લખાણ વધુ પ્રામાણિક છે એમ નિસ્સદેહ સિદ્ધ થાય છે, છતાંય ઈતિહાસમાં પક્ષાપક્ષી કે મમત્વને સ્થાન ન આપતાં સત્ય સ્વીકારવું એ જ હિતવાહ છે; એમાં જ ઈતિહાસની સાચી ગવેષણું અને સાચી સેવા છે. મારી માન્યતા મુજબ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું કથન વધુ પ્રામાણિક અને સાચું છે તેનાં કારણો નીચે મુજબ છે – ૧ તેઓ સંવત, વાર અને તિથિ બરોબર ચોક્કસ આપે છે. વિવિધ તીર્થ ક૫માં તેવું સ્પષ્ટ નથી. અને નાહટાજીએ રજુ કરેલ ૧૨૩૪ના વિધિચૈત્યની સ્થાપના ઉલ્લેખમાં પણ તિથિ અને વારનો ઉલ્લેખ જ નથી. ૨ વિવિધ તીર્થ કલ્પકાર ફલોધીનું વિસ્તારથી વર્ણન આપે છે. ત્યાંના જિન બિબના ભંગને અને એ ખંડિત બિંબ અદ્યાવધિ પૂજવાને ઉલ્લેખ આપે છે, કિન્તુ વિધિચૈત્યની સ્થાપનાનો કે તેના અસ્તિત્વને ઈશારો સરખે ય નથી કરતા. ૩ પુરાતન પ્રબંધ સંગ્રહના કથનને ઉપદેશતરંગિણી, ઉપદેશસતતિ અને પટ્ટાવલીઓનો પૂરેપૂરો ટેકે છે, જ્યારે ૧૨૩૪માં વિધિચૈત્યની સ્થાપનાને ખાસ ખરતરગચ્છીય કોઈ પણ પદાવલીમાં સમર્થન કર્યાનું હજી સુધી વાંચવામાં આવ્યું નથી. ૪ પુરાતન પ્રબંધ સંગ્રહકાર જાણે જે વસ્તુ જેવી રીતે બની હોય તેનું જ સૂચન માત્ર કરે છે, વાદિ શ્રી દેવસૂરિજી અને તેમના શિષ્યોએ શું કર્યું તેનું સ્પષ્ટ શબ્દોમાં વર્ણન આપે છે, એટલે આ પ્રમાણ વધારે માનવા યંગ્ય છે એમ મને લાગે છે. બીજા ગ્રંથમાં આટલું સરલ અને સ્પષ્ટ સૂચન નથી જ એ તે વાચકો સ્વયં સમજી શકશે. ઉપદેશ તરંગિણી અને ઉપદેશસપ્તતિ આદિ તે પુરાતન પ્રબંધ સંગ્રહને અનુસરતા છે એટલે ખરૂં મહત્વ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું જ છે. (સમાપ્ત) www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy