SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૩] શ્રી જૈન સત્ય પ્રકાશ આ બને એતિહાસિક પ્રમાણોથી એમ સિદ્ધ થાય છે કે મહમ્મદ ઘોરી વિ. સં. ૧૨૩૪-૩૫ માં ગુજરાત ઉપર ચઢાઈ લઈ ગયું હતું. ૧૧૮૧ થી ૧૨૩૪ સુધીમાં મુસલમાન ચઢાઈ ૧૨૩૪માં થઈ છે, વચમાં કોઈ પણ મુસલમાન બાદશાહ અહીં ચઢાઈ લાવ્યો નથી એટલે શ્રી જિનપ્રભસૂરિજીનો સુરતાણ સહાવદ્દીન એ જ શાહબુદ્દીન ઘોરી છે. અને તેણે જ ફધી તીર્થના મૂલ જિનબિંબને ખંડિત કર્યું છે. શ્રી જિનપ્રભસૂરિજી આ સમયની વાત જણાવતાં લખે છે કે તેણે મૂલ બિંબ ખંડિત કર્યું છે કિન્તુ “હેવમયા ના વિ મંt રાત્તિ” “આ દેવ મંદિરને કોઈ પણ ભાગ કે ઈએ ખંડિત ન કરે.” સુજ્ઞ વાચકોએ મેં આપેલ મૂલ કલ્પના ભાષાંતરમાં વાંચ્યું જ હશે કે અધિષ્ઠાયકની અવિધમાનતામાં શાહબુદિને મૂલ બિંબ ખંડિત કર્યું છે, પરંતુ બાદમાં ચમકારે મલવાથી મંદિર તે અખંડિત રાખ્યું છે અને બાદમાં પણ અધિષ્ઠાયક દેવની મરજી પ્રમાણે એ ખડિત બિંબ જ બિરાજમાન કર્યું છે. જૂઓ મૂલ શબ્દો—અન્ન = ધિર્વ ાિર મચવા મહિફાયના न सहन्तित्ति संघेण बिंबंतरं न ठाविअं विलंगिअंगस्स वि भगवओ महंતારું મrgrgr 19મતિ” “બીજા બિંબની સ્થાપના અધિષ્ઠાયક દેવ નથી ઈચ્છો જેથી શ્રી સંઘે બીજું બિંબ ન સ્થાપ્યું. અર્થાત ખંડિત બિંબ જ રહ્યું) એ ખંડિત બિંબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ખંડિત પ્રતિમાના મહાન પ્રભાવો– ચમત્કારે ઉપલબ્ધ થાય છે.” શ્રી જિનપ્રભસૂરિજીનાં ઉપર્યુક્ત વાક્યો તે સાફ કહે છે કે મુસલમાનોએ મંદિરનો ભંગ કર્યો જ નથી; કેઈ એ નવી પ્રતિષ્ઠા કરી જ નથી. મૂલ ખંડિત બિંબ જ કાયમ રહ્યું છે, અને શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી એ ખંડિત બિંબ જ મહાકાભાવિકપણે વિદ્યમાન હતું. અહીં શ્રીયુત નાહટાજીએ લખ્યું છે–નનામસ્મૃષિ મહારક માને चलकर लिखते हैं कि थोडे वर्ष बाद कलिकाल के प्रभावसे अधिष्ठायक देव की अविद्यमानता में यवनों ने उत्पात मचाकर मन्दिर का भंग कर दिया। સંઘને લીદાર કરાયા.” તેમનું આ લખા) નિરાધાર છે. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ તે સાફ લખે કે “મંદિરને ભંગ કર્યો જ નથી માત્ર મૂલ બિંબ ખંડિત કર્યું છે.” મંદિરનો ભંગ જ નથી કે તે પછી જીર્ણોદ્ધારની જરૂર જ નથી રહેતી. એટલે તે વખતે જીર્ણોદ્ધાર કરાવ્યો જ નથી. તેમ નવી પ્રતિષ્ઠા પણ નથી જ કરાવી. મૂલ ખંડિત બિંબને જ કાયમ રાખ્યું છે. શ્રી જિનપ્રભસૂરિજીના આ શબ્દોથી તે સાફ સિદ્ધ થાય છે કે ૧૨૩૪માં પ્રતિષ્ઠા કોઈએ કરાવી જ નથી. યવનોએ મંદિરનો ભંગ કર્યો જ નથી. છતાં નાહટાજીએ શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના નામે ભંગ કર્યાનું કેમ લખ્યું? સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યાનું કેમ લખ્યું? એ સમજમાં નથી આવતું. શ્રી જિનપ્રભસૂરિજી ફોધીનું આટલું વિસ્તારથી વર્ણ કરે છે, મૂલ બિંબનો ભંગ; For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy