SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : હવે સુપાત્ર દાનના દેનારા શ્રાવકના બે ભેદ જણાવીએ છીએ. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સત્રના પાચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં શ્રાવકે બે પ્રકારના કહ્યા છે-તે આ પ્રમાણે (૧) સંવિગ્નભાવિત શ્રાવક અને (૨) લુબ્ધદષ્ટાંતભાવિત શ્રાવક. તે બેમાં સંવિગ્ન ભાવિત શ્રાવને અર્થ આ છે-જેઓ દાનાદિ ધર્મ સ્વરૂપને જણાવનારા સિદ્ધાંતના અર્થને સાંભળી હૃદયમાં ધારી રાખે, અને જ્ઞાનના તથા ચારિત્રના ઉપકરણ વગેરે વહે રાવીને સુપાત્રને સંયમની આરાધનામાં મદદ કરે, તથા આવતી અડચણને દૂર કરે, અનશનાદિ વહેરાવતી વખતે ઉચિતપણું જાળવીને-સુપાત્ર મુનિરાજ વગેરે જે પ્રમાણ કહે તેટલા ખપ પૂરતા આહરને દાનના પાંચ ભૂષણેને જાળવીને અને પાંચ દૂષણેને તજીને વહેરાવે તે શ્રાવકો સંવિઝભાવિત કહેવાય. (૨) સુખકદષ્ટાંતભાવિત શ્રાવક–જેવી રીતે લુબ્ધક એટલે શિકારી-વધ્ય (જે હરિણાદિ તરફ બાણ ફેંકવાનું હોય તે) તરફ એક જ ધ્યાન રાખે છે. તેવી રીતે જે શ્રાવકો ( પહેલા નંબરના શ્રાવકની માફક) દાનની વિધિના અજાણ છે, અને સરલતાએ સુપાત્રના પાત્ર મારો આહાર જાય આવા ઈરાદાથી આપવાનું જ સમજે છે, પણ બીજું (કેમ આપવું? શું આપવું?, કેટલું આપવું? તે) જરા પણ સમજતા નથી. કારણ કે તેઓ વિશિષ્ટ કૃતજ્ઞાન પામ્યા નથી. અહેભાગ્ય માનીને ઉદારતાથી જેમ તેમ મુનિરાજને વહેરવે, તે લુબ્ધકદષ્ટાંતભાવિત શ્રાવકો કહેવાય. આવા ભવ્ય જી પણ મુનિસમાગમ જેમ જેમ વિશેષ થવા માંડે, તેમ તેમ તેઓ જરૂર સંવિગ્ન ભાવિત શ્રાવકની જેવા બને છે આ સુપાત્ર દાનના ચાલુ પ્રસંગે યાદ રાખવું કે જ્યારે નિકાલ એટલે સુકાળ વગેરેની અનુકૂલતા હોય, ત્યારે અકય લેનારા સુપાત્રને માટે અને દેનારા શ્રાવક વગેરેને માટે એમ એ બંનેને માટે તેમ કરવું (અકય દેવું અને લેવું) ગેરવ્યાજબી (અહિતકર) છે. કારણ કે દાયકને અપ્રસંગે અકમ આહારાદિ દેવાથી અલ્પાયુષ્યને બંધ થવો વગેરે દેખીતા અનેક ગેરલાભ હેાય છે; અને ગ્રાહકને નિષ્કારણ અપવાદ સેવવાથી (સદેવ ગોચરી લેવાથી) સંયમ વિરાધના દોષ લાગે છે. અને તેથી ઈતરકાલમાં એટલે (દુષ્કાળ) વગેરે વિકટ પ્રસંગે જ્યારે ગોચરી વગેરે મળવી મુશ્કેલ હોય, ત્યારે આપવાદિક (સદોષ આહારાદિ) પદાર્થને લેનાર અને દેનાર એમ બંનેને લાભ જ છે. કારણ કે તેવા આપત્તિના પ્રસંગે સદેષ દાનને દેનારા-સમજુ (દ્રવ્યાદિના જાણકાર ) શ્રાવકો મુનિના ચારિત્રની જરૂર રક્ષા કરે છે. અને લેનાર સુપાત્ર પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે છે, અથવા પિતે સકારણ અપવાદ સેવે છે–તે કેવલ ધર્માધાર શરીર નભાવી સંયમ નિર્વાહ તરફ લક્ષ્ય રાખીને અને ભવિષ્યમાં ઉચિત પ્રસંગે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત લઈને આત્મશુદ્ધિની ભાવના રાખીને તેમ કરે છે કહ્યું છે કે संथरणमि असुद्धं, दोण्हवि गेण्हंतदितयाणऽहियं ॥ आउरदिटुंतेणं तं चेष हियं असंथरणे ॥१॥ નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે-શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજા અધ્યયનની અને શ્રી ભગવતી સૂત્રની આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની ટીકામાં આ બાબત બીજા પણ અનેક વિચારે જણાવી વિવેચન કર્યું છે, તેમાંથી જ ઉપરની બીના અહીં | Jain Eવામાં reણાવી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy