SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ શ્રાવસ્તી નગરી ચીતરી અને ગોશાલકે જણાવ્યા પ્રમાણે કરી પાછા દ્વાર ખોલી નાખ્યાં. અને લેક સમક્ષ ધામધુમથી તેને અવસાન મહોત્સવ ઉજવ્યું. પ્રભુ મહાવીર અન્યત્ર વિહાર કરી ગયા. આ સમયે મેંટિક નામનું ગામ હતું, તેના ઈશાન કોણમાં શાલિકાષ્ઠક નામનું ઉદ્યાન હતું તેની સમીપે માલુકા નામનું વન હતું. તથા એ નગરીમાં રેવતી નામની ગાથાપત્ની રહેતી હતી. પરમાત્મા મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતા આ મેંટિક ગામની બહારના શાલકોપ્ટક ઉદ્યાનમાં સમોસર્યા. આ સમયે પરમાત્મા મહાવીરનું શરીર રેગથી ઘેરાયેલ હતું. પિત્તવર ઊગ્ર રૂપમાં હતો અને દસ્તમાં લોહી પડતું હતું. પ્રભુની આ સ્થિતિ જાણી મિથ્યા દર્શનીઓ બેલી રહ્યા છે કે મહાવીર સ્વામી ગોશાલકે મૂકેલ તેજલેશ્યાના તાપથી પિત્તજવરવાળા થયા છે. અને ગોપાલકના જણાવ્યા પ્રમાણે છ માસમાં જ છદ્મસ્થભાવે મરણને શરણ થશે. આ બીના, માલુકા વનની પાસે તપતપતા સિંહ નામના અણગારના જાણવામાં આવી, જેઓ પ્રભુ મહાવીરના અનન્ય રાગી આત્મકલ્યાણી શિષ્ય હતા. આથી સિંહ અણગારના મનમાં વિચાર આવ્યો કે આ રોગમાં પરમાત્મા જે દેહ છોડી દેશે તે મિથ્યાદર્શનીઓના મિથ્યા પ્રલાપ સત્ય ઠરશે. આ વિચારથી તેમણે દુઃખના આવેશમાં કરૂણ વિલાપ શરૂ કર્યો. આ હકીકત જાણી પ્રભુ મહાવીરે મુનિએ મોકલી સિંહ અણગારને બોલાવી લીધા અને કહ્યું કે હે સિંહ, હું ગોશાલકની તેજેલેશ્યાના આઘાતથી છ માસમાં ભરવાનો નથી, પ્રત્યુત સાધિક ૧૬ વર્ષ પર્યત જિન સ્વરૂપમાં જ વિચરીશ (છતાં પણ બાહ્ય દેખાતા વ્યાધિથી ગભરાતા હો તે તેને મટાડવા હું ઉપાય બતાવું છું) આ મેંદ્રિક ગામમાં રેવતી નામની ગાથાપત્ની રહે છે. તેણીએ મારા માટે “સુ વાવીયર ઉવવાાિ ” બે કેળાં (બે કેળાને કેળાપાક) તૈયાર કર્યા છે તેને નહિ લેતાં, ગઈ કાલે પિતાના માટે જે “મારા કુ મંત બિરાલિકા ઔષધિથી સંસ્કારેલ બિરું (બિજોરાપાક) કરેલ છે. તેને લાવો. આ વાત સાંભળી સિંહ અણુગારના આનન્દને પાર ન રહ્યો. અને બિજોરાપાક લાવી પ્રભુને આપ્યો. પરમાત્મા મહાવીરે પણ બિલમાં સર્પ ઉતરી જાય તેમ રાગરહિતપણે શરીરરૂપ કોઠામાં તેને ઉતારી દીધો. આ બીજોરાપાક અંદર જતાં જ વ્યાધિ શાંત થઈ ગયો, અને દેવ દેવી, શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા વર્ગમાં આનંદનો પાર રહ્યો નહિ. આ ઉપર જણાવેલ હકીકત ભગવતી સૂત્રના પંદરમા શતકની છે. આમાં પ્રભુ મહાવીરે રેવતી નામની ગાથાપત્નીને ત્યાંથી શું લાવવું અને શું ન લાવવું તેના સંબંધમાં સિંહ અણગારને જણાવેલ હતું, તે વર્ણનના મૂલ પાઠ માંહેલા અમુક શબ્દોને આધારે લેખક પ્રભુ મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા માંગે છે. આ બાબતમાં ખરું સ્વરૂપ શું છે, અને શું હોઈ શકે તેને નિર્ણય કરવા વિવાદગ્રસ્ત શબ્દવાળો પાઠ આપી પછી તેના પર વિચાર ચલાવીશું, મૂલપાઠ– "तं गच्छह णं तुमं सीहा ! मेंढियगामं नगरं रेवतीए गाहवतिणीए गिहे, तत्थ णं रेवतीए गाहावतिणीए ममं अट्ठाए दुवे कवायसरीरा उवक्खडिया, तेहिं ना अट्ठा, अत्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमंसए तमाहगाह " For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education intergara
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy