SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય (વર્તમાનપત્રેના અભિપાયે) (૧) અત્રેથી નિકળતા જૈન સત્ય પ્રકાશ માસિકને આ વિશેષાંક જૈન સમાજ માટે ખૂબ જ આદરણીય અને ગૌરવવંત ગણાય જૈન સમાજમાં અનેક પત્રો નીકળે છે તેમાં છેલ્લા પાંચ વર્ષોના ખાસ અંકોમાં આ ખાસ અંક સવિશેષ સમૃદ્ધ અને ઉપયોગી સામગ્રીથી ભરપુર ગણી શકાય. આ સાહસ માટે અમે તેના તંત્રીને અથાગ શ્રમ બદલ અભિનંદન આપીયે છીએ. શરૂઆતમાં ભ. મહાવીરનું ત્રિરંગી ચિત્ર કલાની દૃષ્ટિએ સુંદર છે. ગચ્છનો પ્રાચીન સંક્ષિપ્ત ઈતિહાસ, જૈનતીર્થો, ઇ. સ. પૂર્વે કલિંગમાં સરાક જાતિ, ચમકતે સીતારમાં ચંદ્રગુપ્ત, બિંદુસાર, સંપ્રતિ અને રાજા ખારવેલને પરિચય, આગમનું પર્યાલોચન (હી. ૨. કાપડીયા ), ૧ હજાર વર્ષની ગુરૂ પર પરા, આગમવાચના, કાલકાચાર્ય, જેન રાજાઓ, પ્રાચીન જૈન સ્થાપત્ય, કાઠીયાવાડમાં પ્રાચીન જૈન શિલ્પની ઉપલબ્ધિ, દશશ્રાવક, પાટલીપુત્ર, પાદચિન્હ, રાજાધિરાજ, ચેટક વગેરે અનેક ઐતિહાસિક, સાહિત્યિક બાબતથી સમૃદ્ધ અંક જૈન ધર્મની પ્રાચીનતા સમજવા માટે માર્ગદર્શક છે. સ્થાનકવાસી જન તા. ૬-૧૧-૩૮ અમદાવાદથી ૩ વર્ષથી આ (શ્રી જૈન સત્ય પ્રકાશ) નામનું માસિકપત્ર છે. જૈન સમાજ તરફથી નીકળે છે. તેને ચોથા વર્ષના પ્રારંભને ૨૧૬ પૃષ્ઠનો આ ખાસ દળદાર અંક છે. જેમાં ગુજરાતી અને હિન્દી ભાષાને ૨૬ લેખો અતીવ સંશોધન વિદ્વત્તા પૂર્વક લખાયેલ માલમ પડે છે. એટલું તે કહેવું જ પડશે કે આ અંકની લેખ સામગ્રી અતીવ વિપુલ છે અને દરેક લેખ વાંચવા યોગ્ય છે. કુલ્લે ૨૬ લેખોમાં સરાક જાતિ, આગમનું પયચા , ગુરૂપરમ્પર, જૈન રાજાઓ, કાલકાચાર્ય, પ્રાચીન જૈન સ્થાપત્યો, જન શિલ્પ, ધર્મવીર ચેટક, ૧૦૦૦ વર્ષનાં પાદચિહ્ન, જૈન આગમ સાહિત્ય, પાટલીપુત્ર વગેરે લેખો ઘણું જ ઉપયોગી છે. વળી આ અંકની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. પારંભમાં ભ. મહાવીરનું રંગીન ચિત્ર સ્પે. દષ્ટિથી અતીવ મનમેહક છે, તેમ જ જેનશિલ્પનાં પ્રાચીન ૫ ચિ પણું સંગ્રહણીય છે. આ ઉત્તમ ખાસ અંક પ્રગટ કરવા માટે એના તંત્રી શા. ચીમનલાલ ગોકળદાસ શાહ ધનવાદને પાત્ર છે. દિગંબન ૨૧-૧૦-૩૮ કેટલાક જાણીતા જૈન લેખકોએ મુખ્યત્વે ઇતિહાસ વિષયક લેખો દ્વારા આ અંકને સમૃદ્ધ કર્યો છે. ઈતિહાસ સંશોધનમાં અને તેના અભ્યાસમાં જેને સારી પેઠે રસ ધરાવતા થયા છે એ આનંદ ઉપજાવે તેવી વાત છે; અને જેના ધાર્મિક ઈતિહાસ સાથે દેશનો રાજકીય તથા સામાજિક ઈતિહાસ જે રીતે ગૂંથાયે છે. તે જોતાં જેનેના ઇતિહાસ સધનથી એ દિશામાં દેશને સારી પેઠે લાભ થવાને પણ સંભવ છે. આ અંકમાં એકંદરે ૨૫ લેખકોના હિંદી-ગુજરાતી લેખો છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy