________________
અંક ૩ ]
ઈતિહાસ અને આગમ પ્રમાણનું સ્થાન [ ૨૫ ] તીર્થકરાદિ લોકોત્તર પુરૂષોનાં વચનને જેમ આગમ પ્રમાણુ કહેવામાં આવે છે તેમ માતા પિતાદિ લૌકિક યથાર્થ વક્તાઓના વચનને પણ આગમ પ્રમાણુ જ કહેવામાં આવે છે. તફાવત માત્ર એટલો જ છે કે એક ઈહિલૌકિક પારલૌકિક ઉભય પ્રકારના એકાન્તિક અને આત્યન્તિક હિતને બતાવનાર હોવાથી લોકોત્તર આગમ પ્રમાણુ કહેવામાં આવે છે અને બીજું કેવળ ઈહલૌકિક હિતની પણ અનેકાલિક અને અનાત્યન્તિક વાતને જણાવનાર હેકાથી લૌકિક આગમ પ્રમાણુ કહેવામાં આવે છે. આ પ્રકારે લૌકિક અને લોકોત્તર એમ ભેદ પડી જતા હોવા છતાં બન્ને પ્રમાણરૂપ છે, એ વાતમાં શ્રી. જનશાસનને વિવાદ નથી. પ્રમાણુતા કે અપ્રમાણતાને આધાર વસ્તુની યથાર્થ કે અયથાર્થ પ્રાપ્તિ (જ્ઞાન) ઉપર છે. જ્યારે લોકોત્તરતા અને લૌકિકતાને આધાર વસ્તુના યથાર્થજ્ઞાન સાથે હિતાહિતની તેવા પ્રકારની ચિન્તા અને અચિન્તા ઉપર છે. જેવો અર્થ કે બનાવી છે તેવું જ વચન હોય તે છતાં પણ જે તે હિતકર ન હોય અને અહિતકર હોય તે તે લત્તર આગમ પ્રમાણું બની શકતું નથી. લોકોત્તર આગમ પ્રમાણમાં હિતની ચિન્તા પણ હોય છે. અને તેની સાથે તે હિત એકાન્તિક અને અત્યન્તિક હોવું જોઈએ, એની પણ ચિન્તા હોય છે. લૌકિક આપ્તવાકયો માટે તે નિયમ હોતું નથી.
પારમાર્થિક પ્રત્યક્ષ
લૌકિક અને લૌકોત્તર આગમ પ્રમાણમાં આ જાતિને તફાવત હોવાથી એકાન્તિક અને આત્યંતિક હિતના અર્થિ આત્માઓ માટે લોકોત્તર આગમ પ્રમાણ સિવાય બીજું કોઈ પણ પ્રમાણુ તેટલું માન્ય થઈ શકે હિ એ સહજ છે, કિંતુ તેટલા માત્રથી અન્ય પ્રમાણે અપ્રમાણો થઈ જતાં નથી. અર્થવ્યભિચારીપણું એ જ એક પ્રમાણના પ્રામાણ્યનું લક્ષણ છે. અને તે જયાં જ્યાં લાગુ થતું હોય તે સઘળાં પ્રમાણે પ્રમાણ છે. એ જ કારણે શ્રી જૈનશાસનને પ્રત્યક્ષ અને પરોક્ષ એ વૃભવ પ્રમાણે એક સરખાં સ્વીકાર્ય છે. એક નાસ્તિક દર્શનને છોડી બીજા ઘળા દર્શનકારોએ પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભય પ્રમાણોને માન્ય રાખેલાં છે. તે છતાં જનદર્શન અને ઈતર દર્શનકારની પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુ વિષયક વ્યાખ્યાઓમાં મોટું અંતર છે. જેવું સંગત, યથાર્થ અને સંપૂર્ણ નિરૂપણું પ્રમાણુ વિષયક શ્રી જનદર્શનમાં કરાવવામાં આવેલ છે તેવું ઇતર દર્શનમાં નથી જ. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ નામ માત્રથી સામ્ય હોવા છતાં જનદર્શન અને ઇતર દર્શન નોનાં તદિષયક વિવેચને સમાન નથી. જનદર્શને વર્ણવેલ સકલ અને વિકલ પારમાર્થિક પ્રત્યક્ષનું ઈતર નામ નિશાન નથી. સર્વદર્શન સમભાવના નામે “ઈતર પણ તે નિરૂપણ છે' એમ સમજાવવાને જે પ્રયાસ આજકાલ જવાય છે તે પાંગળા છે. કેવળજ્ઞાનરૂપી સકલ પ્રત્યક્ષ અને મન:પર્યવ તથા અવધિજ્ઞાનરૂપી વિકલ પ્રત્યક્ષનું જે જાતિનું સ્પષ્ટ નિરૂપણું જનદર્શનમાં મળે છે તે બીજે કયાંઈ નથી. સર્વોપરિ પ્રામાણિકતા
કેવળ પારમાર્થિક પ્રત્યક્ષના વિષયમાં જ જનશાસન ઈતર શાસનથી જુદું પડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org