SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ રાગ-દ્વેષને પરિહરી સા. કીજે જન્મ પવિત્ર છે. સાહમીસંઘ ખમાવીએ સા. જે ઉપની અપ્રતીત તો? સજજન કુટુંબ કરો ખામણું સા. એ જિનશાસન રીત તે. ખમીએ ને ખમાવીએ સા. અહી જ ધર્મનું સાર તે શિવગતિઆરાધન તણે સા. એ ત્રીજો અધિકાર છે. અર્થ સરલ હોવાથી લખવાની જરૂર નથી, પરંતુ એવા રહસ્યભૂત બે ત્રણ વા કહેલાં છે તેની ઉપર લક્ષ ખેંચવાની જરૂર છે. એ મહાપુરૂષ પ્રથમ તો કહે છે કે “મન શુધેિ કર ખામણું” એટલે ઉપરથી નહીં પણ મનની શુદ્ધિ વડે-નિર્મળતા વડે ખામણા કરે. પછી કહે છે – રાગદ્વેષને પરિહરી, કીજે જન્મ પવિત્ર અર્થાત્ જન્મને પવિત્ર કરવાના ઉપાય જ રાગદ્વેષને તજવા તે છે. પછી કહે છે કે-“સજજન કબ કરો ખામણા. એ જિનશાસન રીત’- અર્થાત્ આ ઉત્તમ રીતિ જૈનશાસનમાં જ અવિચ્છિન્ન વતે છે. પ્રાંતે કહે છે કે—ખમીએ ને ખમાવીએ, એહી જ ધર્મનુંસાર” આ પ્રમાણે ખમવું ને ખમાવવું એ જ જનધર્મનું સાર-રહસ્ય છેસમજ્યાનું, જ્ઞાન મેળવ્યાનું કે ડહાપણનું સાર-તત્ત્વ એ જ છે. તે જ ભર્યો કે જે કલેશ માત્રને પર્યુષણમાં તે સમાવી જ દેય. તે જ સમયે કે જે કલેશ ને કુસંપ તીવ્ર આધ્યાનના નિમિત્ત સમજી તેને તજી દેય. તે જ ડહાપણવાળે કે જે કલેશોને શમાવવામાં પિતાના ડહાપણનો ઉપયોગ કરે. આ વાત જે બરાબર સમજવામાં આવે, તેને હૃદયમાં ઉતારવામાં આવે અને તેને અમલ કરવામાં આવે તો પારાવાર લાભ થાય, પરસ્પર દષ્ટિમાં અમૃત વરસે ને સર્વત્ર આનંદ આનંદ થઈ રહે. પ્રસંગે એટલું જણાવવાની આવશ્યકતા છે કે—કેટલેક સ્થાને આખા વર્ષના ઝઘડા પયુંષણમાં જ લાવીને મૂકાય છે, પરંતુ જૈનબંધુએ એવા કોઈ પણ જાતના નાના મોટા કલેશ હોય તો તે પર્યુષણ પર્વ આવ્યા અગાઉ શમાવી દેવા, સમાધાન કરી લેવી. કદી તેમ ન બને તે તેવા બધા ઝઘડાઓના કેસની મુદત પર્યુષણ પછી એક માસની નાખવી, પણ પર્યુષણમાં તે તે એક પણ કેસ ફાઇલ પર લે નહી. જે આ પ્રમાણે કરવાની મારી વિનંતિ સ્વીકારવામાં આવશે તે કેટલેક સ્થળે પર્યુષણમાં ન દેખાવા જેવા દેખા દૃષ્ટિએ પડે છે તે પડશે નહીં અને એ મહાન પર્વનું આરાધન સારી રીતે થઈ શકશે. પરિણામે મુદતમાં નાખેલા કેસો ફાઈલ પર લેવા જ નહીં પડે-સ્વયમેવ ઉપશમી જશે. આશા છે કે—જેન તરીકે ઓળખાતી સર્વ વ્યક્તિઓ મારી આ વિનંતિને અવશ્ય સ્વીકાર કરશે. www.jainelibrary.on For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy