SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ (૧૦) ધ્યાનદાર–જિનક૯૫ સ્વીકારતી વખતે ધર્મધ્યાન વર્તતું હોય, અને સ્વીકાર્યા બાદ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પણ સંભવી શકે છે. પણ તે તીવ્ર નહીં (મંદ સ્વરૂપે). (૧૧) ગણનાહાર–જિનકપ સ્વીકારનાર જધન્યથી એકાદિક અને ઉત્કૃષ્ટથી શતપૃથક્વ (૨૦૦ થી ૯૦ ) હેય. (૧૨) અભિગ્રહદાર–અભિગ્રહ ચાર પ્રકાર છે. દ્રવ્ય ૧, ક્ષેત્ર ૨, કાલ ૩ અને ભાવ ૪. આ ચારેને આશ્રીને જિનકદિપક મહાત્મા વિહિત પ્રકારના અભિગ્રહ કરે. (૧૩) પ્રવાજનાદાર–કલ્પની મર્યાદાને લઈને કોઈને પણ પ્રવજ્યા (દીક્ષા) આપી શકે નહીં. (૧૪) નિષ્પત્તિકર્મતાકાર–વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય, છતાં લેશ માત્ર પણ ચિકિત્સા ન કરે, એટલું જ નહીં પણ સમભાવે સહન કરે. યાવતું આંખને મેલ સરખો પણ કાઢે નહીં. (૧૫) ભિક્ષાદાર–સાત પ્રકારની૧૫ પિડેષણામાંથી પહેલી બે વર્જી, ત્રણને અભિગ્રહ કરે. અવશેષ જે રહી તેમાં એક પિષણથી ભિક્ષા (આહાર) ગ્રહણ કરે. બીજી પિડેષણથી પાણી (જળ) ગ્રહણ કરે. ત્રીજી પૌરસીમાં જ આહારદિક ગ્રહણ કરે અને તે પણ વાલ-ચણ જેવો લૂખે. વિશેષમાં – માકલ્પ યા ચાતુર્માસકલ્પ જ્યાં નિયત હેય ત્યાં ક્ષેત્રના છ ભાગ કલ્યું. એક દિવસ અમુક તરફ, એક દિવસ અમુક તરફ, એમ સાતમે દિવસે પાછા એને વારો આવે. (૧૬) પથદાર–જિનકલ્પી મહાત્માને ત્રીજા પહેરમાં જ વિહાર-આહાર-નિહાર હોય છે. ચોથા પહેરની શરૂઆતમાં જ જ્યાં હોય ત્યાં સ્થીર થઈ જાય અને કાઉસ્સગ્ન ધ્યાનમાં મગ્ન રહે. માર્ગમાં ચાલ્યા જતાં ગમે તેટલા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય, મદોન્મત્ત ગજેન્દ્ર, કેશરીસિંહ ગર્જના કરતા સન્મુખ આવતો હોય, છતાં પણ જે ગતિએ ગમન કરતા હોય તે જ ગતિએ એક સરખા જયણાપૂર્વક ચાલ્યા જાય. જરા પણ ગતિમાં મંદતા ન કરે. આ સિવાય જિનકલ્પી મહીને “ વજઋષભનારાચ” નામનું પ્રથમ સંધયણ હોય. તેમને લોચ અહર્નિશ હોય, એટલે કે વાળ ચપટીમાં આવી શકે એટલા થાય ત્યારે હેય. અને આનાપાતા લોકાદિ દશ ગુણે કરીને સહિત જે શુદ્ધ ભૂમિ (સ્થષ્ઠિલભૂમિ) તેમાં જ સ્પંડિલ જાય, જીર્ણ વસ્ત્રાદિકને ત્યાં જ પરઠવે. વગેરે વગેરે વસ્તુઓ પણ અનેક કારોથી સિદ્ધાંત-શાસ્ત્રમાં વર્ણવેલી છે. १५ संसट्ठमसंसट्ठा उद्धड तह अप्पलेवडा चेव । उग्गहिया पग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥ १ ॥ [संसृष्टा असंसृष्टा उद्धृता तथा अल्पलेपिका चैव । Jain Education Internaધતા પ્રદીતા કતિષમાં સપ્તપ | II ] www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy