________________ Errorl Reference source not found. Error! Reference source not found. 26 [ હાથનોંધ 3, પૃષ્ઠ 58 ]. સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે ! અપ્રમત્ત થા - અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભસ્સો આર્ય પુરુષોએ કર્યો છે ? હે પ્રમાદ ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે? હે બોધબીજ! તું અત્યંત હસ્તામલકવતું વર્ત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. [હાથનોંધ 3, પૃષ્ઠ 59 ], હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિર્ગથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા ! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા. ૐ