SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. 24 Error! Reference source not found. વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એવો એક ઈશ્વર હોવો જોઈએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે. 37 [હાથનોંધ 1, પૃષ્ઠ 87] શ્રીમાન મહાવીરસ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો - ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો ? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેનો હેતુ શો ? જે પુરુષ સદગુરૂની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છેદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે. 38 [હાથનોંધ 1, પૃષ્ઠ 89 ] સર્વસંગ મહાસવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી ? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે ? વૈશ્યવેષે અને નિર્ગથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લોકદ્રષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિર્ગથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે, જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું
SR No.331100
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 01 to 31
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy