________________ Errorl Reference source not found. Error! Reference source not found. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિલંગ; જબ જાગેંગે આતમાં, તબ લાગેંગે રંગ. 15 [હાથનોંધ 1, પૃષ્ઠ 37 ] અનુભવ. 16 [હાથનોંધ 1, પૃષ્ઠ 39 ] એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી. એ રાગી પણ નથી, વીતરાગી પણ નથી. પોતાનો ક્રમ નિશ્ચળ કરો. તેની ચોબાજુ નિવૃત્ત ભૂમિકા રાખો. આ દર્શન થાય છે તે કાં વૃથા જાય છે ? એનો વિચાર પુનઃ પુનઃ વિચારતાં મૂર્છા આવે છે. સંતજનોએ પોતાનો ક્રમ મૂક્યો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે. સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણે દુર્લભ તે દુર્લભ જ છે [હાથનોંધ 1, પૃષ્ઠ 43 ] પ્રકાશભુવન ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તમે આ ભણી વળો - તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બોધ થયો છે, અને થાય છે, પરંતુ તે વિલંગરૂપ છે. આ બોધ સમ્યફ છે. તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મોહ ટળે ગ્રાહ્ય થાય તેવો છે. સમ્યક બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. તોપણ જે છે તે યોગ્ય છે.