________________ Errorl Reference source not found. Error! Reference source not found. 29 શ્રાવણ સુદ 10, સોમ, 1956 1 અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ “મોક્ષ', અને ઉત્કટ દશાએ ‘અમોક્ષ'. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના= અંશે; હોય વા ન હોય. વંચક= (મન, વચન, કાયાએ) છેતરનાર. 30 મોરબી, શ્રાવણ વદ 8, શનિ, 1956 'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स; सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मुक्खो.' અર્થ :- કર્મદ્રવ્યની એટલે પુગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સંમમ=સારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. 2 પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના યોગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય. 3 વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તેવો ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સોનામહોર, આદિને દ્રષ્ટાંતે. જેમ એક કુલડીમાં ઘણા વખત પહેલાં રૂપિયા, પૈસા, સોનામહોર નાખી હોય તે જ્યારે કાઢો ત્યારે તે ને તે ઠેકાણે તે જ ધાતુરૂપે નીકળે છે તેમાં જગોની તેમ જ તેની સ્થિતિનો ફેરફાર થતો નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી, તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે. 4 આત્માના હોવાપણા વિષે જેને શંકા પડે તે ‘ચાર્વાક' કહેવાય. 5 તેરમે ગુણસ્થાનકે તીર્થંકરાદિને એક સમયનો બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઈ શકે.