________________ Errorl Reference source not found. Error! Reference source not found. મોરબી, અષાડ સુદ 7, બુધ, 1956 1 શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાકૃત) રચેલ છે. પ્રાભૃતભેદ :- દર્શનપ્રાકૃત, જ્ઞાનપ્રાકૃત, ચારિત્રપ્રાભૃત, ભાવપ્રાભૃત, ઇત્યાદિ. દર્શનપ્રાકૃતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુધ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાવ્યેથી જ મુક્તિ થાય છે. 2 ચારિત્રપ્રાભૃત. 3 દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. 4 દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. 5 સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. 6 શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. 7 આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવાથી તરત પ્રાપ્ત થાય છે. 8 પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે. 9 દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. 10 પર્યાય ઉત્પાદવ્યયવંત છે. 11 છયે દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ - ક્ષણિકવાદી=પર્યાયરૂપે ‘સત’ છે. વેદાંત - સનાતન દ્રવ્યરૂપે ‘સ’ છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે ‘સ” છે. 12 જીવ પર્યાયના બે ભેદ છે:- સંસારપર્યાય અને સિદ્ધપર્યાય. સિદ્ધપર્યાય સો ટચના સોનાતુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સોનાતુલ્ય છે. 13 વ્યંજનપર્યાય.