________________ Errorl Reference source not found. Error! Reference source not found. 6 ઉદય બે પ્રકારનો છે. એક પ્રદેશોદય, અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય દેખીતી) રીતે વેદાય છે; અને પ્રદેશોદય અંદરથી વેદાય છે. 7 આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે. 8 આયુષપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. બીજી પ્રકૃતિઓ તે ભવમાં વેદાય, અને અન્ય ભવમાં પણ વેદાય. 9 જીવ જે ભવની આયુષપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિનો ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. 10 આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી. 11 ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સો વર્ષની આયુઃકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે; તેમાંથી તે એંસીમે વર્ષે અધુરે આયુષે મરણ પામે તો બાકીનાં વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમાં વર્ષથી નથી; તેથી કરીને આયુષઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી. 12 સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુકર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે, પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. 13 આયુકર્મ પૃથ્વી સમાન છે, અને બીજાં કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) 14 આયુષના બે પ્રકાર છેઃ- (1) સોપક્રમ અને (2) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. 15 ઉપશમ સમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. 16 ચક્ષુ બે પ્રકારે :- (1) જ્ઞાનચક્ષુ અને (2) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મદર્શકાદિ યંત્રોથી જુદા જ સ્વરૂપે દેખાય છે, તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી.