________________ Errorl Reference source not found. Error! Reference source not found. 959 શ્રી વ્યાખ્યાનસાર - 2 11 મોરબી, અસાડ સુદ 4, 1956 1 જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. 2 વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. 3 વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું. 4 જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. 5 છદ્મસ્થ એટલે આવરણયુક્ત. 6 શૈલેશીકરણ= શૈલ પર્વત ઈશ=મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા. 7 અકંપ ગુણવાળા=મન,વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. 8 મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? 9 આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. 10 ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.). 11 સગર ચક્રવર્તીની કથા. ( 60000 પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય.) 12 નમિરાજર્ષિની કથા. ( મિથિલા બળતી દેખાડી વગેરે.) 2 મોરબી, અષાડ સુદ 5, સોમ, 1956 1 જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું. 1 સં. 1956 ના અસાડ-શ્રાવણમાં શ્રીમની મોરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતોવખત કરેલ ઉપદેશનો સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ.