________________ ઇંદ્રિયોના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે. 197 હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રહિત કરવો. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે તેની ઇચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલપરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે. 198 અંશે પણ ત્યાગ કરવો. તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. 199 સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે, અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. 200 આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કોડાકોડ સાગરોપમનો બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વમોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર તેની રક્ષા કરે છે, અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમોહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજો પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વમોહની ચોકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચોકિયાતો નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે, અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર યોદ્ધાઓ બહુ મારી નાખે છે. આ ચાર યોદ્ધાઓ મધ્યેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભોળો માલૂમ પડે છે; કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોધીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. 201 ઘનઘાતી એવાં ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તોપણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ