________________ 955 જોકે ઘણો જ ધીમો સુધારો થતો હોય એમ જણાય છે રાજકોટ, ચૈત્ર સુદ 11, સોમ, 1957 જોકે ઘણો જ ધીમો સુધારો થતો હોય એમ જણાય છે, તોપણ હાલ પ્રકૃતિ ઠીક છે. કંઈ રોગ હોય એમ જણાતું નથી. બધા ડૉક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. નિર્બળતા ઘણી છે. તે ઘટે તેવા ઉપાય કે કારણોની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કંઈ પણ અનુકૂળતા જણાય છે. આવતી કાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે. એટલે હાલ તો સહેજ આપનું આગમન ન થાય તોપણ અનુકૂળતા છે. મનસુખ પ્રસંગોપાત્ત ગભરાઈ જાય છે અને બીજાને ગભરાવી દે છે. તેવી ક્યારેક પ્રકૃતિ પણ હોય છે. અગત્ય જેવું હશે તો હું આપને બોલાવીશ. હાલ આપે આવવાનું મુલતવવું. નીચે મને કામ કર્યું જેવું. એ જ વિનંતી. શાંતિઃ