________________ 51 ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો રાજકોટ, ફાગણ વદ 3, શુક્ર, 1957 ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ૐ શાંતિઃ