________________ 949 ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી તિથ્થલ-વલસાડ, પોષ વદ 10, ભોમ, 1957 ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા-ભરિત કાગળ લખ્યો તે મળ્યો. સારવારનો પ્રસંગ લખતાં આપે જે વચનો લખ્યાં છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલાં વાક્ય છે. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ પરમ સમાધિનું સ્થાન છે.