________________ 948 મદનરેખાનો અધિકાર, ઉત્તરાધ્યયન’ના નવમા અધ્યયનને વિષે મુંબઈ, શિવ, માગશર વદ 8, 1957 મદનરેખાનો અધિકાર, ‘ઉત્તરાધ્યયન’ના નવમા અધ્યયનને વિષે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે, તેની ટીકામાં છે. ઋષિભદ્રપુત્રનો અધિકાર ‘ભગવતીસૂત્ર'ના ........1 શતકને ઉદ્દેશે આવેલો છે. આ બન્ને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે. પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતાં તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. અવસર પણ તેવો જ છે. માટે તમારે એ અધિકારાદિ ચર્ચવામાં તદ્દન શાંત રહેવું. પણ બીજી રીતે જેમ તે લોકોની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કિંવા ભાવના થાય તેમ વર્તવું. કે જે પૂર્વાપર ઘણા જીવોના હિતનો જ હેતુ થાય. જ્યાં પરમાર્થના જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવા યોગ્ય છે; નહીં તો ઘણું કરી તેમાંથી શ્રેય થતું નથી. આ માત્ર નાનો પરિષહ છે. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું; પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું. 1 શતક 11 ઉદેશ 12.