________________ 947 વર્તમાન દુષમકાળ વર્તે છે વઢવાણ કૅમ્પ, કા. સુદ 5, રવિ, 1957 વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં તેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય; એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે. શાંતિઃ