________________ 941 સંસ્કૃત અભ્યાસના યોગ વિષે લખ્યું મોરબી, શ્રાવણ વદ 4, મંગળ, 1956 સંસ્કૃત અભ્યાસના યોગ વિષે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં, એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય ? મુમુક્ષ ઉમેદ આદિને ય૦