________________ 940 પરમકૃપાનિધિ મુનિવરોનાં ચરણકમળમાં વિનયભક્તિ વડે નમસ્કાર મોરબી, અસાડ વદ 9, શુક્ર, 1956 પરમકૃપાનિધિ મુનિવરોનાં ચરણકમળમાં વિનયભક્તિ વડે નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રત્યે અશાતામુખ્યપણું ઉદયમાન વર્તે છે. તોપણ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જણાય છે. અસાડ પૂર્ણિમા પર્વતના ચાતુર્માસ સંબંધી આપશ્રી પ્રત્યે જે કિંચિત અપરાધ થયો હોય તે નમ્રતાથી ખમાવું ગચ્છવાસી પ્રત્યે પણ આ વર્ષ ક્ષમાપત્ર લખવામાં પ્રતિકૂળ લાગતું નથી. પદ્મનંદી, ગોમટસાર, આત્માનુશાસન, સમયસારમૂળ એ આદિ પરમ શાંત શ્રુતનું અધ્યયન થતું હશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ. ૐ શાંતિઃ