________________ 939 સમ્યક પ્રકારે વેદના અહિયાસવારૂપ મોરબી, અષાડ વદિ 9, શુક, 1956 ૐ નમઃ સમ્યક પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ય વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ