________________ 938 તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે વવાણિયા, અસાડ સુદ 1, 1956 ‘તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.’ - શ્રીમાન આનંદઘનજી પત્રો સંપ્રાપ્ત થયાં. શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે, અર્થાત ક્વચિત ઠીક, ક્વચિત અશાતામુખ્ય રહે છે. મમક્ષ ભાઈઓને, તે પણ લોકવિરુદ્ધ ન થાય તેમ, તીર્થાર્થે ગમન કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ૐ શાંતિઃ