________________ 935 ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો વવાણિયા, જયેષ્ઠ વદિ 0)), બુધ, 1956 ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. પત્ર સંપ્રાપ્ત થયું. શરીરપ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીરપ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. શાંતિઃ