________________ 934 મોક્ષમાળા' વિષે જેમ તમને સુખ થાય તેમ પ્રવર્તી વવાણિયા, જયેષ્ઠ વદિ 0)), બુધ, 1956 પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર. મોક્ષમાળા' વિષે જેમ તમને સુખ થાય તેમ પ્રવર્તે. મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્યપ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, અંતપર્યત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે, એ નિઃસંદેહ છે. શરીરપ્રકૃતિ ક્વચિત ઠીક જોવામાં આવે છે, ક્વચિત તેથી વિપરીત જોવામાં આવે છે, કાંઈક અશાતામુખ્યપણું હમણાં જોવામાં આવે છે. ૐ શાંતિઃ