________________ 930 કુંદકુંદાચાર્યકૃત ‘સમયસાર ગ્રંથ જુદો છે. આ ગ્રંથકર્તા જુદા છે વવાણિયા, જયેષ્ઠ સુદ 13, સોમ, 1956 પત્ર અને સમયસારની પ્રત સંપ્રાપ્ત થઈ. કુંદકુંદાચાર્યકૃત ‘સમયસાર' ગ્રંથ જુદો છે. આ ગ્રંથકર્તા જુદા છે, અને ગ્રંથનો વિષય પણ જુદો છે. ગ્રંથ ઉત્તમ આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયો તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપલક્ષિત થતો હતો. કર્મતત્વને સૂક્ષ્મપણે વિચારી, નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ હતો. વિશેષ આયુષ્ય હોત તો તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ