________________ 929 પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો વવાણિયા, જયેષ્ઠ સુદ 13, સોમ, 1956 પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો ! પત્ર સંપ્રાપ્ત થયું. ચાતુર્માસ સંબંધી મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય ? નિગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે ? તે છેડાનો સંબંધ નથી. નિર્ગથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક પ્રકારે અવધારણ થવાથી યાવત મોક્ષ થાય એમ શ્રીમાન તીર્થકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ. પરમ કૃપાળુ મુનિવરોને ફરી નમસ્કાર કરીએ છીએ. શાંતિઃ