________________ 928 આર્ય ત્રિભુવને અલ્પસમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રત થયા વવાણિયા, જ્યેષ્ઠ સુદ 11, 1956 આર્ય ત્રિભુવને અલ્પસમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્ચિંશદાદિકનાં સ્થાન છે. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકનાં સ્થાન છે. તિર્યંચમાં પણ ક્યાંએક ઇષ્ટ ભોગભૂમ્યાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે. શાંતિઃ